થરાદ તાલુકાના ગામોને જોડતો રસ્તો બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 12:02:24
  • Views : 464
  • Modified Date : 2020-01-01 12:02:24

બનાસકાંઠામાં ૨૦૧૫-૧૭ માં આવેલા વિનાશક પૂરના કારણે થરાદ તાલુકાના અનેક ગામોમાં રોડ અને પુલિયા તૂટી ગયા હતા. ૨૦૧૫-૧૭ પૂરના કારણે ૧૦  ગામોના રોડ અને પુલિયા હજી સુધી બિસ્માર હાલતમાં છે. થરાદના ભુરીયા, કમાળી, ચોગડા, આતરોલ, લખાપુરા, સનાસરા, ભલાસરા, લોઢનોર, દિદરડા, લવાણા, સજાણપુરા, જેવા ગામોને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે.
સરકાર ભલે વિકાસના દાવા કરતી હોય પરંતુ આજે પણ સરહદી થરાદ તાલુકાના અનેક ગામો રોડથી વંચીત ૨૦૧૫-૧૭ ના પૂરમાં પુલિયા રોડ તૂટયા જે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. પૂરને ચાર-ચાર વર્ષ વિતી ગયા પણ હજુ સુધી રોડ અને પુલિયા બિસ્માર હાલતમાં હોઈ અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભલાસરા ભુરીયા ગામમાં  ૨૦૧૫-૧૭ પૂરના કારણે પુલીયું તૂટી ગયુ હતુ. જેથી વિદ્યાર્થીઓને અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં  વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે અને મોટા વાહન ભારે પસાર થતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડી રહ્યુ છે.
ગ્રામજનોએ અનેકવાર નેતાઓને, તંત્રને રજૂઆતો કરી પણ તંત્ર કે નેતા ચાર-ચાર વિતી ગયા બાદ પણ રોડ બિસ્માર હાલતમાં છે. ગામના સરપંચ દ્વારા રાજ્યના પૂર્વ મંત્રી
પરબતભાઈ પટેલ અને ચાલુ સાંસદને અનેકવાર રજૂઆત કરી પરંતુ આજદિન સુધી આ રોડ બનાવવામાં આવ્યો નથી.

Download Our B K News Today App



Related News