ચાર માસથી રસ્તો બંધ થઇ જતા અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય પાલડી ગામના ખેડૂતોને ખેતરમાં જવાનો રસ્તો બંધ થઇ જતાં ભારે હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 11:38:20
  • Views : 338
  • Modified Date : 2020-12-11 11:38:20

પાલડી ગામના ખેડૂતોની જમીન જે તે વખતે રેલવેની જમીન સંપાદન થતાં  ૧૭ જેટલા ખેડૂતોની જમીન ગામથી અલગ થઈ ગઈ હતી. પરંતુ રેલ્વે વિભાગ દ્વારા ભીલડી જસાલી રેલવેલાઇન વચ્ચે આવેલા ફાટક નંબર ૪૬ થી આ ખેડૂતોને ખેતરમાં જવાનો રસ્તો આપવામાં આવ્યો હતો પરંતુ રેલવેની બીજી ડબલ લાઇન નીકળતા ખેડૂતોના ખેતરમાં જતો રસ્તો છેલ્લા ચાર માસથી બંધ થઇ જતાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે ખેડૂતો દ્વારા છેલ્લા ચાર માસથી જિલ્લાના વહીવટી તંત્ર સમક્ષ અનેક સ્થળો પર રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. વર્ષો જુનો રસ્તો બંધ થઇ જતાં ખેડૂતોને ખેતરમાં જવા માટે રેલવે ક્રોસિંગ કરવું પડી રહ્યું છે. ખેતરમાં માલ સામાન પણ ખભે ઉચકી જાનના જાેખમે રેલવે ક્રોસ કરી જઈ રહ્યા છે. આ અંગે ગામના સરપંચ સહિત ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી રસ્તો ખુલ્લો ન કરતા ખેડૂતોની હાલાકી ભોગવી રહ્યા છે.
 ખેડૂતોની ન્યાયિક રજૂઆત બાદડીસા પ્રાંત અધિકારી અને મામલતદાર તથા માનવ અધિકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે તો ખેડૂતો જાનના જાેખમે રેલ્વે ક્રોસ કરી ખેતરમાં જવા મજબૂર બન્યા છે ત્યારે સત્વરે જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News