વોર્ડ નંબર ૭ માં આંતરિક રસ્તાઓ ધોવાયા સેક્ટર ૩, ૫ અને ૬માં વરસાદ પડતા જ રસ્તાઓની બિસ્માર હાલત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 11:52:09
  • Views : 292
  • Modified Date : 2020-09-01 11:52:09

ગુજરાતના રોડ રસ્તા સમગ્ર દેશમાં વખણાતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રે ઉપરથી પકડ ગુમાવી ચુકેલી સરકારના કારણે રસ્તાની બિસ્માર હાલત થવા પામી છે. સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે ના હાલ રોડ રસ્તા ઉપર ગાબડા જોવા મળી રહ્યા છે. તેવા જ ગાબડા ગાંધીનગરમાં પણ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં વોર્ડ નંબર સાતમાં રોડ રસ્તાની બિસ્માર હાલત થવા પામી છે.
ગાંધીનગરમાં વરસાદ પડતા જ તંત્રનો રોડ રૂપી ભ્રષ્ટાચાર ફૂલી ફાલીને બહાર આવી રહ્યો છે. ઠેરઠેર કાંકરિયા વાળા રસ્તાથી લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.જો વાત કરવામાં આવે તો સરકારી ભવનોના અને સચિવાલયના રોડ રસ્તા શા માટે ટનાટન હોય છે. જ્યારે બીજી બાજુ ટેક્સ ચૂકવતી જનતાને મગરની પીઠ સમાન રસ્તા મળી રહ્યા છે.
ગાંધીનગર મહાપાલિકા વોર્ડ નંબર ૭માં સમાવિષ્ટ સેક્ટર-૩, ૫ અને ૬ ખાતે ગત વર્ષે જ ફરી બનવવામાં આવ્યો હતો. આ કામ રોડ અને બિલ્ડીંગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ એક જ વર્ષમાં રોડ વરસાદના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. ખરાબ રોગના કારણે વોર્ડ નંબર સાતના રહીશો હેરાન-
પરેશાન થઇ ચૂકયા છે. ત્યારે રોડ ઉપર ગાબડા પડી જવાથી અવારનવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે. માત્ર વોર્ડ નંબર સાત નહીં પરંતુ સમગ્ર ગાંધીનગરમાં રોડ રસ્તાની બિસ્માર હાલત થઈ છે. વસાહતીઓ તેમજ વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઇને વોર્ડ નંબર સાતના કોર્પોરેટર જયરાજ સિંહ વાઘેલાએ તંત્રને પત્ર લખતા તાત્કાલિક ધોરણે સેક્ટર ૩,૫ અને ૬ માં આંતરિક રોડ રીપેરીંગ કરી આપે તેવી વિનંતી પણ કરી છે. શહેરમાં સેક્ટરોના આંતરિક રોડ સાથે મુખ્ય માર્ગો પણ વરસાદી પાણીના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી તાત્કાલિક ન કરતા શહેરવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News