ધાનેરાના હિંગળાજનગરમાં રસ્તાનું કામ અભરાઇએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 11:22:03
  • Views : 453
  • Modified Date : 2019-07-08 11:22:03

ધાનેરાની હિંગળાજનગર સોસાયટીમાં હરગોવનભાઇના ઘરથી અમતરભાઇ સુથારના ઘર સુધીના માર્ગને વર્ષો પછી સી.સી. રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ રસ્તામાં ખોદકામ કરી પથ્થરો નાંખીને કોન્ટ્રાકટર જતો રહેતા સોસાયટીમાં રહેલા લોકોને પોતાના વાહનો પણ ઘરે લાવવા મુશ્કેલ બન્યા છે અને
પાલિકા આ બાબતે કોઇ કાર્યવાહી કરતી નથી.
ધાનેરા નગરપાલિકામાં અગાઉ ભાજપના રાજમાં
પાલિકાએ જ્યાં કોઇ નહોતુ રહેતુ અને રાજકીય વગ ધરાવતા હોય તેવા લોકોના ખેતર સુધીમાં પણ સી.સી. રોડ બનાવી દેવામાં આવ્યા હતા. જ્યારે વર્ષો જુની
સોસાયટીઓના રસ્તા બનાવવામાં તેમના પેટમાં તેલ રેડાતુ હતું. અનેકવાર રજૂઆતો છતાં ગરીબોના કામો થતા ન હતા ત્યારે પાલિકામાં બોડી બદલતા શહેરમાં રસ્તાઓ  બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.  જુની સોસાયટી એવી હિંગળાજનગરમાં હરગોવનભાઇના ઘરથી લઇને અમરતભાઇ સુથારના ઘર સુધી વર્ષો પછી સી.સી. રોડની માંગ પુરી થવા પામી હતી. પરંતુ તેમાં પણ પાલિકાના કોન્ટ્રાકટરે આ રસ્તો ખોદીને તેમાં પથ્થરો નાંખી દેવામાં આવતા આ સોસાયટીના રહીશોને પોતાના વાહનો ઘર સુધી લાવવા પણ મુશ્કેલ બન્યા છે અને બાળકોને શાળાએ મુકવા જતાં કેટલાંય બાળકો આ પથ્થરોમાં પોતાના પગ ભાંગી રહ્યા છે. આ રસ્તો તાત્કાલિક પુરો કરવા બાબતે સોસાયટીના રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News