બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ફોરલેન બનાવવામાં આવશે ઃ નિતિન પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 09:46:59
  • Views : 683
  • Modified Date : 2020-10-24 09:46:59

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે
રૂ. ૧૫ કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે. સુવિધાસજ્જ નવીન અતિથિગૃહથી દેશભરમાંથી આવતા મહાનુભાવોને સારી સુવિધા મળશે. નવીન અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ફોરલેન બનાવવામાં આવશે. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે ગુજરાતનો વિશિષ્ટગ રેલ્વે ઓવરબ્રિજ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
સરકાર દ્વારા વિશેષ આયોજન અને જંગી રકમની ફાળવણી કરીને રાજ્યના યાત્રાધામોને સુવિધાસજ્જ બનાવાયા છે. રાજ્યના તમામ યાત્રાધામોને જોડતા રસ્તાઓ ફોરલેન બનાવવાનું કામ ૯૦ ટકા પૂર્ણ થયું છે. સારા રસ્તાઓને લીધે વિકાસકૂચ
ઝડપી બને છે તેમજ લોકોની આવક, સુવિધા અને સુખાકારીમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. ખેડૂતો અને
પશુપાલકોની આવક બમણી કરવા સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે. દૂધના
પાવડરના ભાવમાં ઘટાડો થયો હોવાથી પશુપાલકોના હિતમાં સરકાર દૂધના પાવડર નિકાસમાં પ્રતિ કિ.લો.એ રૂ. ૫૦ ની સબસીડી આપશે. સરકાર ખેડૂતોના હિત બાબતે ચિંતા કરીને કાળજીપૂર્વક ર્નિણય લઇ ઉદારતાથી સહયોગ આપે છે. સરકાર ખેડૂતોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો કરવા દિન-રાત વ્યાપક પ્રયાસો કરી રહી છે.
સરકારના અથાક પ્રયાસો અને લોકોના સહકારથી કોરોના વાયરસના સંક્રમણ તથા તીવ્રતામાં ઘટાડો થયો છે. હોસ્પિટલોમાં હવે પથારીઓ ખાલી રહે છે. લોકોના આરોગ્ય બાબતે સરકાર ખુબ જ સક્રિય પ્રયાસો દિવસ-રાત કરી રહી છે. કોરોના સામેના જંગમાં અભૂતપૂર્વ અને સરાહનીય યોગદાન આપનાર ર્ડાકટર, નર્સ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફની કામગીરીને નાયબ મુખ્યમંત્રીએ બિરદાવી હતી. તેમણે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું કે,
આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર
અપીલને ધ્યાનમાં લઇ માસ્ક જરૂર પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીએ, સેનેટાઇઝરનો
ઉપયોગ કરીએ તથા આ બાબતે જાગૃત રહીએ. પરબતભાઇ
પટેલે જણાવ્યું કે, રૂ. ૧૫ કરોડના ખર્ચથી નવનિર્મિત અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. સરકારના સક્રિય પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લામાં ખુબ સરસ રસ્તાઓ સહિત શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સાંસદ એ જણાવ્યું કે, સરકારના સક્રિય અને વ્યાપક પ્રયાસોને લીધે બનાસકાંઠા જિલ્લો ઝડપભેર વિકસીત જિલ્લાઓની હરોળમાં આવી રહ્યો છે. શિક્ષણમાં
ઉપલબ્ધ બનાવાયેલી વ્યાપક સુવિધાઓને લીધે આવતીકાલ ઉજ્જવળ અને સુખદાયી બનવાની છે એમ તેમણે ઉમેર્યુ હતું.

Download Our B K News Today App



Related News