ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડરના રસ્તા ખોદી દેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-10 12:05:18
  • Views : 956
  • Modified Date : 2020-04-10 12:05:18

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશ લોકડાઉન છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા બહારથી આવતા તમામ વાહનો તેમજ લોકો ઉપર ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા લોકો કાચા માર્ગેથી આવતા હોવાથી ધાનેરા તાલુકાના પ્રશાસન દ્વારા આવા રસ્તાઓ પણ બંધ કરવા માટે જણાવવામાં આવતા ગ્રામજનો દ્વારા આવા રસ્તાઓ ખોદી દેવામાં આવ્યા હતા. આ રસ્તા બાબતે ધરણોધર મેડીકલ ઓફિસર ડા. મિનાક્ષી રાજપુત પણ પોતાની ટીમ સાથે રાજસ્થાન બોર્ડર ઉપરના ગામડાઓની મુલાકાત લીધી હતી અને રાજસ્થાન તરફથી કોઇને ગુજરાતમાં પ્રવેશ ન કરવા દેવા સુચના આપી હતી. તેમજ કોઇને ખાંસી સરદી જેવુ જણાય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્યની મુકાલાત લેવા અથવા ગામમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News