થરાદ ખાતે કોરોના વેક્સિન રસીનો પ્રથમ ડોઝ અપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 10:31:21
  • Views : 278
  • Modified Date : 2021-03-04 10:31:21

સોમવારથી  દેશભરમાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝન તેમજ ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરાનાની વેક્સિન
આપવાની બીજા તબક્કાની શરૂઆત થઇ હતી. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ પહેલા દિવસે વેક્સિન લીધી હતી.  બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે થરાદ સરકારી
હોસ્પિટલમાં  આમ પ્રજાની જેમ આવીને વેક્સિન લીધી હતી.
પરબતભાઇ પટેલે ભારતમાં જ ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન  કોવિસીલ્ડનો પહેલો ડોઝ લીધો હતો  અને ૨૮ દિવસ પછી  તેમને બીજાે ડોઝ પણ આપવામાં આવશે. આ બાબતે  સાંસદ પરબતભાઇ
પટેલે જણાવ્યું હતું કે કોરાના વેક્સિન  સુરક્ષિત છે અને સલામત છે તેવો થરાદ તાલુકાની પ્રજાને સંદેશો આપ્યો હતો. વેક્સિન લેતી વખતે  થરાદ તાલુકા અધિકારી ડો.વી.એચ.જેપાલ અને સરકારી હોસ્પિટલના  સુપ્રીડેન્ટ ડો.કે.એલ.માથુર પણ હાજર રહ્યા હતા.  સાંસદ
પરબતભાઇ પટેલે થરાદ તાલુકાની પ્રજાને અપીલ કરી હતી કે કોરાના સામેની લડાઇને મજબૂત કરવા આપણા ડોકટરો અને વૈજ્ઞાનિકોએ જે ઝડપી કામ કર્યું છે તે અસાધારણ છે. હું તમામ થરાદ તાલુકાના પ્રજાને યોગીતા ધરાવનારને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. થરાદ તાલુકા
પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળીએ પણ થરાદ રેફરલ હોસ્પિટલમાં જાતે આવીને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. થરાદ તાલુકાની પ્રજાને સંદેશો આપ્યો હતો કે  વેક્સિન લીધા પછી કોઈ અગવડતા ઉભી થતી નથી અને દરેકને લેવી આપણી નૈતિક ફરજ છે. જેમાં થરાદ તાલુકા આરોગ્ય અધિકારી જેપાલ, થરાદ સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ માથુર સહિત સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News