ગાંધીનગરની જાણીતી અને સુપ્રસિદ્ધ એસ.એમ.વી.એસ. હોસ્પિટલમાં કોરોના રસીકરણનો પ્રારંભ કારાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 11:26:40
  • Views : 285
  • Modified Date : 2021-01-28 11:26:40

ગાંધીનગર શહેરના નવા વિકસિત વિસ્તારમાં પોતાની મેડિકલ ક્ષેત્રે એક અલગ ઓળખ ઊભી કરનાર ગાંધીનગરની એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે રસીકરણનો પ્રારંભ સવારે  ૯ કલાકે સંસ્થાના પ્રાંગણમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરનાં લોક પ્રિય મેયર રીટાબેન પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર તથા રાંદેસન ગ્રામ પંચાયતના સરપંચ  પોપટલાલ ઠાકોર અને કુડાસન ગ્રામ પંચાયતના સરપંચ અંબાલાલ
પટેલ પણ હાજર રહ્યા હતા.  સંસ્થાનાપૂ.સંતો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી પૂજાવિધિ કરી રસીકરણનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.અને આવનારા દિવસોમાં એસએમએસ હોસ્પિટલ દ્વારા જરૂરિયાત લોકોને મેડિકલ ક્ષેત્રે વધુ સુવિધા પૂરી
પાડવા માટે દ્રઢ ર્નિણય કર્યો હતો.

Download Our B K News Today App



Related News