રાજ્યમા આરોગ્યના કર્મીઓ કોરોના રસીકરણને ખોરંભે પાડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:45:47
  • Views : 305
  • Modified Date : 2021-01-12 11:45:47

રાજ્યના પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહિ આવતા આજથી હડતાલનુ શસ્ત્ર ઉઠાવ્યુ છે. આર યા પારના સંકલ્પ સાથે તમામ કર્મચારીઓ આજે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણા કરશે. આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ કહ્યુ હતુ કે, કર્મચારીઓને અત્યાર સુધી લોલીપોપ જ આપવામાં આવી છે. કોરોના રસીકરણ કામગીરી ખોરંભે પાડશે. જ્યારે કર્મચારીઓ રસી પણ નહિ લે.
આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ
પે સુચારવા, ફાર્માસિસ્ટ ટેકનિકલ કેડર હોય તેને છઠ્ઠા
પગાપંચ પ્રમાણે ૪૬૦૦ ગ્રેડ
પે આપવા તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓ સહિત આઠ કિમી ફેરને ક્ષેત્રીય ભથ્થુ આપવા સહિતની વિવિધ પ્રકારની માંગણીઓ સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ લડત ચલાલાઇ છે. અગાઉ મુખ્યમંત્રીને આવેદન પત્રથી લઇ રાજ્યવ્યાપી બે વખત જલદ આંદોલનના કાર્યક્રમો આપ્યા હતા. બે વખત અચોક્કસ મુદ્દતની હડતાળ પણ પાડી હતી. પરિણામે આાગેવાનોને સમાધાન માટે બોલાવી પડતર પ્રશ્નોના નિવારણ માટે સરકારે ખાત્રી આપી હતી.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ કહ્યુ હતુ કે, સરકાર દ્વારા અગાઉ બે વાર અમને વાટાઘાટો માટે બોલાવ્યા હતા. પરંતુ અમને માત્ર
લોલીપોપ આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં અને ૨૦૧૯માં હડતાલ પાડી હતી પરિણામે સરકારને રેલો આવતા હડતાલ સમેટવા આગ્રહ કર્યો હતો અને અમારી માંગણીઓનો અમલ કરવાની ખાત્રી આપી હતી.
પરંતુ અમારી માંગનો અમલ નહી થતા આજથી તમામ ૩૩ હજાર કર્મચારીઓ હડતાલ
પાડશે. જ્યારે એક પણ કર્મચારી કોરોના રસીની કામગીરીમાં નહિ જાેડાય.

Download Our B K News Today App



Related News