આગામી ૧ લી મે થી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની શરૂઆત થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 11:53:14
  • Views : 387
  • Modified Date : 2021-04-25 11:53:14

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે, સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૧૬ લાખથી પણ વધુ લોકોને બે મહિનામાં જ રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ધાર સાથે આરોગ્ય વિભાગે માઈક્રો પ્લાનિંગ કરી દીધું છે.
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના તેનો કહેર વર્તાવી રહ્યો છે. રોજેરોજ અનેક લોકો કોરોનાના ભરડામાં હોમાઈ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ અત્યારે કોરોના મહામારીથી બચાવવા માટે આરોગ્યની સુવિધાઓ તો વધારી જ રહ્યું છે સાથે સાથે આગામી બે મહિનાની અંદર રસીકરણની પ્રક્રિયા પણ પૂર્ણ કરી કોરોનાને કાયમી તિલાંજલિ આપવા માટેની દિશામાં આગળ વધી રહ્યું છે. જે અંતર્ગત  જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ પણ ડીસામાં આવેલ રસીકરણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આરોગ્યની કામગીરીની સમીક્ષા કરી હતી. જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેને અટકાવવા માટે તમામ લોકોએ ફરજિયાત વેક્સિન લે તે માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News