ડીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજિક સંસ્થા ગતિવિધિને લઈને રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-10 12:23:44
  • Views : 296
  • Modified Date : 2022-08-10 12:23:44

 

ડીસા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડીસા ના સામાજિક સમરસતા ગતિવિધિને લઈને રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી.

 

રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર બંધન માનવામાં આવે છે દર વર્ષે ઉજવાતા આ રક્ષાબંધન પર્વમાં બહેન પોતાના ભાઈની રક્ષા થાય તે માટે રક્ષા રૂપી રાખડી બાંધતી હોય છે જે અંતર્ગત ડીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સામાજિક સમરસતા ગતિવિધિને લઈને રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આમ તો બહેન પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાતી હોય છે પરંતુ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા જ ડીસા શહેરમાં ફરજ બજાવતા વિવિધ કચેરીઓમાં અધિકારીઓને રાખડી બાંધી અનોખી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા શહેરી મામલતદાર એસબી બોડાણા, ડીસા તાલુકા મામલતદાર તરાલ સાહેબ, ડીસા સિવિલ ડોક્ટર રવિરાજસિંહ પુરોહિત, ડીસા ઉત્તર પોલીસ પીઆઇ ચૌહાણ સાહેબ શહીદ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓના હાથમાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવકના સેવકો દ્વારા રક્ષા સૂત્ર બાંધવામાં આવેલ અને પત્રિકા સંદેશ દ્વારા સામાજિક સમરસતાના વિષયને લઈ વાતચીત કરવામાં આવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક સમરસતાના જિલ્લા સંયોજક ભાવેશભાઈ ત્રિવેદી જિલ્લા સંયોજક મનોજભાઈ બારોટ નગર સયોજક વિજયભાઈ સોની નગર સંયોજક હરેશભાઈ સોની સાહિત્ય આયામ પ્રમુખ જીતુભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News