રશ્મિકા મંદાનાની ડિયર કોમરેડમાં શાનદાર ક્રિકેટરની ભૂમિકા જોવા મળી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-09 16:30:50
  • Views : 127
  • Modified Date : 2023-12-09 16:30:50

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની સાઉથની સુપર હિટ ફિલ્મ ડિયર કોમરેડમાં તે ક્રિકેટરની ભૂમિકા ભજવતી જોવા મળી છે. જેમાં તેની ધૂંઆધાર બેટિંગ જોવા મળી હતી. બોલરના એક એક બોલ પર છગ્ગા ફટકારતી જોવા મળી હતી.રશ્મિકા મંદાના વિજય દેવેરાકોંડા સાથે આ ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં રશ્મિકા મંદાના પુરૂષોની ટીમ સામે શાનદાર બેટિંગ કરતી જોવા મળી છે.ડિયર કોમરેડ ફિલ્મના એક સીનમાં રશ્મિકા મંદાના છેલ્લી ક્ષણોમાં શાનદાર રમીને વિજય દેવરાકોંડાની હારેલી ટીમને જીત અપાવે છે. જેમાં તેનું નામ લીલી છે.રશ્મિકા મંદાનાએ મુવીમાં એક બોલ પર સિક્સ લગાવી હતી. ત્યારબાદના બોલ પર ફોર લગાવી બીજા બે રન લીધા હતા. જ્યારે છેલ્લા બોલ પર તેને સિક્સ મારીને શાનદાર જીત મેળવી હતી. તેના માટે રશ્મિકા મંદાનાને ક્રિકેટની ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડી હતી.ક્રિકેટરનું પાત્ર ભજવતી રશ્મિકા મંદાનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેમના પ્રિય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. 'તે એમએસ ધોનીની વિકેટ કીપિંગ, બેટિંગ અને કેપ્ટનશિપની મોટી ફેન છે.

Download Our B K News Today App



Related News