રસાણા બી.એસસી. કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકીને લઇ એન.એસ.યુ.આઇ. દ્વારા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 17:32:50
  • Views : 487
  • Modified Date : 2019-09-26 17:32:50

રસાણા બી.એસસી. કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકીને લઇ એન.એસ.યુ.આઇ. દ્વારા બુધવારે કોલેજના કેમ્પસ ડાયરેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓને પડતી હાલાકીનું તાત્કાલીક નિરાકરણ લાવવા ચેતવણી અપાઇ હતી.

એન.એસ.યુ.આઇ. દ્વારા વિદ્યાર્થી હિતમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ગાપોલભાઇ જોષીને આવેદનપત્ર અપાયું હતું. કોલેજમાં આઇ.ડી.કાર્ડ આપ્યા નથી, બગીચાની સફાઇ તથા દેખરેખ કોલેજ સમય થાય છે જેથી વિદ્યાર્થીઓ ફ્રી સમયે લાભ નથી લઇ શકતા, શિયાળા દરમિયાન ઠંડુ પાણી આપવામાં આવે છે અને ઉનાળામાં ગરમ પાણી, કોલેજમાં ભા.જ.પા.ના કાર્યક્રમ કરવામાં આવે ત્યારે મોબાઈલ લાવવાની મનાઇ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને મોબાઇલ લઇ બોલાવાય છે જેવા અનેક મુદ્દાઓના વિરોધમાં એન.એસ.યુ.આઈ. હોદ્દેદારોએ હાજર રહી નારેબાજી કરી આવેદન અપાયું અને ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ કોલેજમાં ન કરવા, તાત્કાલિક બાળકોને આઇ.ડી. કાર્ડ આપવા તેમજ વિદ્યાર્થીઓને અસલ ડોક્યુમેન્ટ માંગે ત્યારે આપવા ચેતવણી અપાઇ હતી.

Download Our B K News Today App



Related News