બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવતું રસાણાનું શિવધામ મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-30 11:25:45
  • Views : 608
  • Modified Date : 2020-07-30 11:25:45

શ્રાવણ મહિનામાં શિવજી ખૂબ જ મહત્વ હોય છે સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવજીની ખાસ આરાધના કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોવાના કારણે શિવ ભક્તો મંદિર ખાતે પૂજા અર્ચના કરવા અને દર્શનાર્થે જઇ શકતા નથી. હવામાન નવી પહેલ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠામાં આવેલા વિશેષ શિવલિંગનો અને શિવ મંદિરોનું શિવભક્તોને ઘરે બેઠા દર્શન કરાવવામાં આવે છે. ત્યારે ડીસાથી સાત કિલોમીટર દૂર આવેલા શિવધામ મંદિરના આજે અમે તમને દર્શન કરાવીશું.
ડીસાથી ૭ કિલોમીટર દૂર રસાણા ગામ ખાતે આવેલું શિવધામ મંદિર આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત થયેલું મંદિર છે. તેનું કારણ એ છે અહીં હિન્દુ ધર્મમાં માનવામાં આવતા બાર જ્યોતિર્લિંગની સ્થાપના અહીં કરવામાં આવેલી છે. અહીં તમામ બારે જ્યોતિર્લિંગના નામ સાથે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. જે આસપાસના વિસ્તારમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. માટે આ શિવલિંગ હેમીબહેન રામાજી માળીના સ્મરણાર્થે કરવામાં આવી છે. અહીં ખાસ કરીને શિવભક્તો શ્રાવણ મહિનામાં વધુ  દર્શનાર્થે આવતા હોય છે. આ ઉપરાંત અહીં શિવરાત્રીના દિવસે મોટો હવન કરવામાં આવે છે. આ હવનમાં અંદાજિત ૪૦ થી ૫૦ હજાર લોકો શીરાનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે હિન્દુ ધર્મમાં આવતા પવિત્ર તહેવારોમાં પણ અહીં ૩૬૫ દિવાની આરતી પણ કરવામાં આવતી હોય છે. આમ આ બાર જ્યોતિર્લિંગ સાથેના શિવ ધામની આસપાસની વિસ્તારમાં ખાસ મહિમા પ્રસરેલી છે

Download Our B K News Today App



Related News