ડીસાના રસાણા નજીક અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 11:41:43
  • Views : 583
  • Modified Date : 2019-07-07 11:41:43

બનાસકાંઠા સહિત ડીસામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ રસાણા મોટાથી રાબેતા મુજબ ડીઆઈ ગાડી વિદ્યાર્થીઓને શાળા માટે લઈ ડીસાના કાંટ તરફ વિદ્યાર્થીઓને લેવા માટે રસાણા હાઇવે  ક્રોસ કરી રહી હતી. ત્યારે ડીસા તરફથી આવી રહેલ બોલેરો ચાલકે બાઈક ચાલકને બચાવવા જતા બોલેરો ડીઆઈ ગાડીને ટક્કર મારી હતી. ડીઆઈ ગાડીમાં સવાર એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થી સહિત ડીઆઈ ગાડી ચાલકને ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખસેડાયા હતા.
 રસાણા મોટા ખાતે રહેતા કનુજી સરદારજી  ઠાકોર તે
પોતાની ડીઆઈ ગાડી પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને  ખાનગી શાળાએ મુકવા માટે લઈ જાય છે. ત્યારે ગતરોજ રસાણા મોટાથી વિદ્યાર્થીઓને લઈ રસાણા હાઇવે ક્રોસ કરી કાંટ તરફ વિદ્યાર્થીઓને લેવા જતા હતા. ત્યારે ડીસા તરફથી પુર પાટે આવી રહેલ બોલેરો ચાલકે બાઈક ચાલકને  બચાવવા જતા બોલેરો ગાડી ડીઆઈ ગાડી સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અને બોલેરોની ટક્કરથી ડીઆઈ ગાડી પલટી ખાધી હતી. ડીઆઈ ગાડીમાં બેઠેલ ૬ વિદ્યાર્થીઓ અને ડીઆઈ ચાલક કનુજી સરદારજી પણ ગાડીમાં સવાર હતા. જોકે અકસ્માતમાં વિદ્યાર્થીની સુમનબેન  મનુભાઈ દેસાઈ ઉંમર ૧૩ વર્ષને માથાના ભાગે ઇજા થઇ હતી અને દેવ મુકેશભાઈ દેસાઈ ઉંમર ૧૩ વર્ષ, વનરાજભાઈ રેવાભાઈ દેસાઈ ઉંમર ૧૩ વર્ષ, સિદ્ધરાજભાઈ મોતીભાઈ દેસાઈ ઉંમર ૧૩ વર્ષ આ વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે ડીઆઈ ગાડી ચાલક કનુભાઈ સરદારજી ઠાકોર ઉંમર ૫૦ વર્ષને પણ ઇજા થઇ હતી. આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સહિત ડીઆઈ ચાલકને સારવાર માટે ૧૦૮ મારફતે ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

Download Our B K News Today App



Related News