છત્રાલમાં ઉત્તરપ્રદેશના શ્રમિકોને કોંગ્રેસે રાશન અને અન્ય કીટ આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 12:10:26
  • Views : 398
  • Modified Date : 2020-04-20 12:10:26

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામે મુશ્કેલીમાં મુકાયેલા  મુળ ઉત્તરપ્રદેશના ચંદોલી જિલ્લાના ૧૨ જેટલા શ્રમિક પરિવારોને તાબડ્‌તોડ ૨૦ દિવસ ચાલે એટલુ જરૂરી રાશન, સેનીટાઇઝર, માસ્ક તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ કોંગ્રેસ દ્વારા પહોંચાડવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના છત્રાલ ગામે રહીને છુટક મજુરી કરતા ૧૨
પરિવારોએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી-વાડ્રાનો સંપર્ક કર્યો હતો. જેથી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ ગુજરાત કોંગ્રેસને સહાય
પહોંચાડવા જણાવતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી અને ધારાસભ્ય બળદેવજી
ઠાકોરને મુળ ઉત્તરપ્રદેશના ચંદોલી જિલ્લાના ૧૨ જેટલા શ્રમિક પરિવારોને તાબડ્‌તોડ જરૂરી સહાય પહોંચાડવા જાણ કરી હતી. જેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી અને ધારાસભ્ય બળદેવજી ઠાકોર તાત્કાલિક છત્રાલ ગામે પહોંચી ૨૦ દિવસ ચાલે એટલું જરૂરી રાશન, સેનીટાઇઝર, માસ્ક તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ પુરી પાડી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, તાલુકા પંચાયત સદસ્યો લક્ષ્મણજી ઠાકોર, પ્રતાપજી ઠાકોર, સરપંચ ડી.આર.પટેલ અને છત્રાલ તલાટી વિગેરે આગેવાનો જરૂરી માસ્ક અને સામાજીક દૂરી બનાવીને સૌને વારાફરતી જરૂરી સામાન આપ્યો હતો. છત્રાલ ગામે રહીને છુટક મજુરી કરતા ૧૨ પરિવારોએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી-વાડ્રા અને રાજ્ય-જિલ્લા કોંગ્રેસ અને ધારાસભ્ય તેમજ ગામના આગેવાનોનો આભાર માન્યો હતો.


Download Our B K News Today App



Related News