રાજકોટમાં લાકડા વીણવા ગયેલી સગીરા પર રેપ વિથ મર્ડર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 16:51:41
  • Views : 100
  • Modified Date : 2023-07-02 16:51:41

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જયદીપ દેવીપૂજકની ધરપકડ બાદ પોલીસને સમગ્ર ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી જયદીપ પરમાર નામનો આરોપી સગીરાના પરિવાર સાથે પરિચિત હતો. તે મૃતક સગીરાના ઘરે આવતો જતો હતો. લાકડા વીણવા ગયેલી સગીરાને જોઇ આરોપી કારખાનામાં પહોંચી ગયા હતો. જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચરી લોખંડના સળિયા વડે હત્યા નીપજાવી હતી. આટલું ઓછું હોય તેમ આરોપીએ સગીરાના પરિવાર સાથે મળી યુવતીને શોધવા માટે નાટક પણ કરી રહ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં સગીરાનો પરિચિત જ હત્યારો નીકળતાં પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ વિગતો માટે તપાસ હાથ ધરી છે.જાણવા મળ્યું છે કે, આરોપી સગીરાનાં પરિવારથી પરિચિત હોવાનો ખુલાસો સામે આવ્યું છે તેમજ આરોપી જયદીપ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જયદીપ પરમાર સગીરાનાં ઘરે આવતો જતો હતો અને સગીરા ગુમ થઈ તે દિવસે તે બંધ કારખાનામાં લાકડા વીણવા ગઈ હતી. કારખાનામાં સગીરાને જતા જોઈ આરોપી કારખાનામાં પહોંચી ગયો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી હત્યા કરી નાંખી હતી. જે મામલે હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય પુરાવાઓને આધારે પોલીસે આરોપીને પકડ્યો છે. જો કે, પોલીસ પૂછપરછમાં આરોપીએ સમગ્ર ઘટના કબૂલી છે. 

Download Our B K News Today App



Related News