ડીસા નગરપાલિકા સંચાલિત સાયન્સ કોલેજની મંજુરી સામે હાઇકોર્ટમાં રાવ : નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 13:15:33
  • Views : 281
  • Modified Date : 2021-10-06 13:15:33

     ડીસા નગરપાલિકા દ્વારા ડીસાની એસસીડબલ્યુ હાઇસ્કૂલમાં સાયન્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. જેની નિયમ વિરૂધ્ધ મંજુરી આપી હોવાના આક્ષેપ ડીસા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ એ હાઇકોર્ટ ના દ્વાર ખખડાવ્યા છે. 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીસા નગરપાલિકા સંચાલિત એ.સી.ડબ્લ્યુ. હાઇસ્કુલ કેમ્પસમાં સાયન્સ કોલેજની મંજૂરી અપાતા વિવાદ થયો છે. પાલિકાના પૂર્વ પ્રમુખે યુનિવર્સિટીએ તમામ નિયમો નેવે મૂકી કોલેજની મંજૂરી આપી હોવાના આક્ષેપ સાથે હાઈ કોર્ટમાં ઘા નાંખી છે અને જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પણ પોતાના હિત માટે એડમિશન લેવા અન્ય વિકલ્પ વિચારવા માટે પણ અપીલ કરી છે.

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીસામાં બે નવી સાયન્સ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ડીસા નગરપાલિકા સંચાલિત સાયન્સ કોલેજ જે એસ સી ડબલ્યુ હાઇસ્કૂલ કેમ્પસમાં આવેલી છે તે કોલેજની મંજૂરી મેળવવા કોલેજ સત્તાવાળાઓ દ્વારા ખોટા સોગંદનામા રજુ કરાયા હોવાનો તેમજ કોલેજ તદ્દન નીતિ-નિયમ વિરૂધ્ધ પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર મંજૂરી મેળવી હોવાનો આક્ષેપ કરતી હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી છે. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ ભોગીલાલ શાહ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ કોલેજની મંજૂરી માટે પાંચ એકર ફરજિયાત જમીન જોઈએ તે મુજબ જમીન નથી તેમજ કોલેજનું અલાયદું બિલ્ડીંગ નથી. આ ઉપરાંત પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કોલેજ સત્તાવાળાઓએ મંજૂરી મેળવવા ખોટા સોગંદનામા રજુ કરવામાં આવ્યા છે. જેથી આ કોલેજની મંજૂરી તાત્કાલિક રદ કરવામાં આવે. હાલમાં આ મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ પોતાના સંતાનોના ભવિષ્ય માટે તેમાં એડમિશન ન લે અને એડમિશન માટે શહેર તથા તાલુકામાં અન્ય વિકલ્પો નો સહારો લે તેવી પણ તેમણે અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News