કોણે કહ્યું હું ફૂટપાથ પર જન્મી, હું તો ખુબ સારા ઘરની દીકરી છું’ રાનૂ મંડલે સૌને ચોંકાવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 16:23:53
  • Views : 1103
  • Modified Date : 2019-09-03 16:23:53

સોશિયલ મીડિયામાં અને હવે તો રિયલ લાઈફમાં પણ સ્ટાર બની ચૂકેલી રાનૂ મંડલે હાલમાં પોતાના પરિવાર વિશે જણાવીને ફરી એકવાર સૌને દ્વિધામાં મુકી દીધા છે. અત્યાર સુધી તેમના વિશે એવી જ જાણકારી હતી કે તેઓ રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પોતાની જિંદગી પસાર કરતી હતી. પરંતુ તેણે પહેલીવાર એક ઈન્ટરવ્યૂ આપ્યું એમાં ખુલાસો કર્યો કે તે એક સારા પરિવારમાંથી આવે છે. રાનૂ મંડલે જણાવ્યું કે, હું ફુટપાથ પર નથી જન્મી. હું એક ખૂબ સારા પરિવારથી આવું છું. પરંતુ આ મારી કિસ્મત હતી જે મને અહીં લઈને આવી. હું જ્યારે માત્ર 6 મહિનાની હતી ત્યારે મને મારા માતા-પિતાથી અલગ કરી દેવામાં આવી. આ આંચકાથી હું બહાર આવી ગઈ હતી જ્યારે લગ્‍ન બાદ મારા પતિ મને મુંબઈ લઈ આવ્યા હતા. મારા પતિ અભિનેતા ફિરોઝ ખાનના ઘરમાં ખાવાનું બનાવતા હતા. તે સમયે ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાન કોલેજમાં હતા. તેઓ હંમશા અમારી સાથે પરિવાર જેવું વર્તન કરતા હતા.

રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પેટ ભરવા માટે જાણીતી રાનૂ મંડલે જણાવ્યું કે મારી પાસે ઘર છે. પરંતુ ઘરને ચલાવવા માટે લોકોની જરૂરિયાત હોય છે. રાનૂ કહે છે કે, હું વર્ષો સુધી એકલી રહી છું. આ સમય દરમિયાન મેં ઘણા સંઘર્ષનો સામનો કર્યો. પરંતુ મને હંમશાથી ભગવાન પર પૂરો વિશ્વાસ હતો. હું અનેકવાર પરિસ્થિતિ મુજબ ગીત ગાતી રહી. મને હકિકતમાં ક્યારેય ગીત ગાવાની તક નહોતી મળી. મને ગાવું ખુબ ગમે છે.

અત્યાર સુધી એ જાણકારી સામે આવી હતી કે હિમેશ રેશમિયાએ રાનૂ પાસે બે ગીત ગવડાવ્યા છે. પરંતુ રાનૂ મુજબ, હું પાંચ-છ ગીત રેકોર્ડ કરી ચૂક્યું છે. હું મુંબઈમાં મારું ઘર ખરીદવા માંગું છું, કારણ કે વારંવાર પ્લેનથી મારા ઘરથી મુંબઈ આવવું કઠિન છે. મુંબઈમાં સંગીતની દુનિયાથી સાથે જોડાવવું મારા માટે મોટી વાત છે. તેના માટે હવે મુંબઈમાં રહેવું માંગું છું. જો કે, મને ભગવાન પર વિશ્વાસ છે. હું તેના વિશે વધું નથી વિચારતી.

Download Our B K News Today App



Related News