દાંતા જય જલિયાણ કેમ્પની રંગેચંગે પૂર્ણાહુતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 12:30:56
  • Views : 922
  • Modified Date : 2019-09-13 12:30:56


ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણોમાં છે ત્યારે સૌથી મોટા સેવા કેમ્પ તરીકે જાણીતા જય જલિયાણ સેવા કેમ્પ દાંતા
રતનપુર ખાતે પાંચ દિવસીય કેમ્પની રંગેચંગે પૂર્ણાહુતિ થઇ હતી. જેમાં પાંચ દિવસમાં અંદાજિત બે લાખથી વધુ યાત્રિકોએ સેવાનો લાભ લીધો હતો. આ સેવા કેમ્પમાં છેલ્લા ૧૩ વર્ષથી મિષ્ઠાન સાથે ભોજન, આરામની સુવિધા અને મેડિકલ સેવા તેમજ અન્ય સુવિધાઓ પૂરી
પાડવામાં આવે છે. સેવા કેમ્પ ના અંતિમ દિવસે અંબાજીના ચુંદડી વાળા માતાજી પધાર્યા હતા. તેમણે માતાજીની આરતી કરી
પદયાત્રિકોને આશિર્વચન પાઠવ્યા હતા. તેમણે જય જલિયાણ સેવા કેમ્પની કામગીરીને બિરદાવી હતી અને માઇભક્તોને ભોજન પીરસ્યું હતું. આ સાથે જિલ્લા કલેક્ટર સંદીપભાઈ સાંગલે
પધારી સમગ્ર કેમ્પની કામગીરીને  બિરદાવી હતી. ટહુકાર બિટ્‌સના તાલે આખો દિવસ
રાસ-ગરબાની રમઝટ જામી હતી પદયાત્રીઓ મન મૂકીને ઝુમી ઉઠ્‌યા હતા.રાત્રે ૯ વર્ષિય ધાન્વી  દવે પોતાના મધુર સ્વરે ગરબાની રમઝટ જમાવી હતી. ઉપસ્થિત સર્વેએ નાની ઉંમરમા ગાયકી ક્ષેત્રે  નામના ધરાવનાર ધાન્વી દવેની પ્રશંસા કરી હતી. તેમજ જોરદાર તાળીઓથી અને પ્રોત્સાહિત કરી હતી. યોગેશભાઈ પુરબીયા, કિંજલબેન, દેવજી ઠાકોર, મધુબેન ચલાણી, રેખા પ્રજાપતિ વગેરે  ગાયક કલાકારોએ પદયાત્રિકોને ઝુમાવ્યા હતા. કેમ્પમાં ગુજરાતના નામાંકિત ગાયક કલાકાર અને ‘જીગરજાન' ફેમ વિજય સુવાડા પધાર્યા હતા. તેમણે પદયાત્રિકોને આંબા પર અતૂટ શ્રદ્ધા રાખી આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેઓએ કલાક સુધી પોતાના સ્વરે ગીતો ગાઈ પદયાત્રિકોને નચાવ્યા હતા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર મયુર વાકાણીએ અંબાજી અને જય જલિયાણ કેમ્પની મુલાકાત લીધી હતી અને માઈ ભક્તોને ભોજન પણ પીરસ્યું હતું. અને કાર્યકર્તાઓની સેવાને બિરદાવી હતી. સુંદર મામાના નામથી જાણીતા મયુર વાકાણીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા. અત્રે ઉલ્લેખનીય છે તે આ વર્ષે અંબાજી ખાતે જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા બીજો કેમ શરૂ કરવામાં આવ્યો છે  જેમાં દરરોજ ૨૦ હજાર પદયાત્રીકો મિષ્ઠાન સાથે ભોજનનો લાભ લે છે જે કેમ્પ આગામી પૂનમ સુધી ચાલનાર છે. આ કેમ્પના આયોજક દીપકભાઈ ઠક્કર અને હિતેશ ઠક્કરએ કેમ્પ  દરમિયાન સેવા આપનાર તમામ કાર્યકર્તાઓ તેમજ સમગ્ર ટીમને ખુબ ખુબ આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News