અમદાવાદ જિલ્લામાં રેન્જ અને LCB પોલીસ તોડબાજીમાં સક્રિય, કણભામાં વિજિલન્સે લાખોના દારૂ સાથે 9 આરોપીઓને ઝડપ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 11:40:00
  • Views : 312
  • Modified Date : 2021-01-03 11:40:00

    અમદાવાદ જિલ્લા પોલીસ સમગ્ર પોલીસ બેડામાં ચર્ચામાં છે. રેન્જ આઈજીના વડપણ હેઠળની આર.આર.સેલ ટીમનો ASI રૂ. 50 લાખની લાંચ લેતા ઝડપાયો છે. જે પોતે મોટો વહીવટદાર છે. જેની હાલમાં એસીબી તપાસ કરી રહી છે. જેની વચ્ચે અમદાવાદ જિલ્લામાં LCB પોલીસ અને તેના વહીવટદારોની રહેમનજર કેટલી છે તેની મોટી પોલ ગાંધીનગર DG વિજિલન્સની રેડે ખોલી છે. દસક્રોઈ તાલુકાના કણભા ગામ પાસે વિજિલન્સે દરોડો પાડી રૂ. 47 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કણભામાં રાતે લાખો રૂપિયાનો દારૂ ઉતર્યો હતો અને કટીંગ થતો હતો ત્યારે LCB PI આર.જી ખાંટ, તેમની ટીમ અને સ્થાનિક પોલીસન ઊંઘતી ઝડપાઇ હતી અને DG વિજિલન્સે દરોડો પાડ્યો. રૂ.47 લાખનો વિદેશી દારૂ,પાંચ વાહનો, 13 મોબાઈલ સહિત રૂ. 70 લાખનો મુદામાલ પોલીસે ઝડપાયો છે.


      અમદાવાદ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં જવાનું પ્રવેશદ્વાર શરૂ થાય છે અને દારૂની ટ્રકો આજ વિસ્તારમાંથી પસાર થતી હોય છે છતાં જિલ્લા પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે. જિલ્લા પોલીસમાં રેન્જ પોલીસ અને LCBના મોટા વહીવટદારોની રહેમનજર હેઠળ જિલ્લામાં બેફામ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ સિવાય મોટા અધિકારીઓના વહીવટદારોના કારણે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે. જિલ્લા LCB સામે પણ સટ્ટાના ખોટા કેસ કરી તોડ આ અંગે પણ જિલ્લા પોલીસવડાને ફરીયાદ કરાઈ હતી. જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા ઝડપાયેલા ઓઇલ ચોરીના કૌભાંડમાં પણ અનેક રહસ્યો છુપાયેલા છે જેની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટા તોડ અને માહિતી બહાર આવે તેમ છે.




Download Our B K News Today App



Related News