ભર ઉનાળે વાવ તાલુકાના રાછેણા ગામે પાણીનો કકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 11:37:24
  • Views : 410
  • Modified Date : 2019-04-28 11:37:24

સરહદી વાવ તાલુકાના રાછેણા ગામે પંદર દિવસથી પીવાનું પાણી નહિ મળતું હોવાથી ભર ઉનાળે ગ્રામજનો સહિત પશુઓ પીવાના
પાણીના અભાવે ટળવળી રહ્યા છે ત્યારે રાછેણા ગ્રામપંચાયત દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હોવાં છતાં પણ પાણી પુરવઠા વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે સત્વરે પીવાના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે.
વાવ તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ સરહદી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે લોકો અને પશુઓ સહિત કફોડી બની જાય છે. ત્યારે વાવ તાલુકાના રાછેણા ગામમાં રામઆશરા (તખતપુરા) થી ૩૦કિમીની પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી
પહોંચાડવામાં આવે છે. સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો છે. લોકો સહિત પશુ પક્ષીઓની હાલત ભયંકર ગરમીને કારણે અને પીવાના પાણીના અભાવે અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે.
તો વળી રાછેણા સરપંચના જણાવ્યા અનુસાર ગયા વર્ષે વાવ તાલુકાના ઢેરિયાણા ગામેથી પીવાના પાણીનો સિંચાઈ માટે અને બોર રીચાર્જ કરતાં હોવાથી પાણી પુરવઠા નિગમ અને પોલીસ પ્રોટેક્શન સાથે આ ભૂતિયા કનેકશન દૂર કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. તો વળી પાણી પુરવઠા નિગમને રામઆશરાથી રાછેણા સુધીના તમામ બિનઅધિકૃત કનેકશનોની માહિતી હોવા છતાં પણ કનેકશન દૂર કરતાં નથી અને આંખ આડા કાન કરે છે. તો વળી પાણી
પુરવઠા નિગમ અને ખેડૂતો વચ્ચેની સાંઠ ગાંઠ હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાણી પુરવઠા નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો તાગ મેળવી સત્વરે સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News