રણબીર કપૂરની કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી ફિલ્મ બંધ થાય તેવી શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 13:17:08
  • Views : 397
  • Modified Date : 2019-07-15 13:17:08

થોડા મહિનાઓ પહેલા યશરાજ ફિલ્મસે રણબીર કપૂર સાથે 'સમશેરા' ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી. જેમાં અભિનેતા એક ડાકુનુ પાત્ર ભજવવાનો હતો. પરંતુ ઘણા સમયથી આ ફિલ્મના ડેવલપમેન્ટ વિશે કોઇ વાત સાંભળવા મળતી નથી. બોલીવૂડમાં તો એવી ચર્ચા થઇ રહી છે કે, આ ફિલ્મ બંધ થાય તેવી પૂરી શક્યતા છે. સૂત્રોનું માનવું છે કે,ડાકુ પરા આધારિત 'સોનચિડિયા' ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધે માથે પટકાણી હતી. તે આધાર પર એવો અંદાજ બંધાઇ રહ્યો છે કેદર્શકોને ડાકૂ આધારિત ફિલ્મો જોવામાં રસ નથી. ઉપરાંત ફિલ્મનું બજેટ ઘણું હોવાથી ફિલ્મના નિર્માતા આ ફિલ્મ બનાવવી કે નહીં તેના પર ફરી એકવાર વિચાર કરી રહ્યો છે. શું મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોતું ઓડિયન્સ આ ફિલ્મ જોવાની પસંદ કરશે કે નહીં તે પણ એક પ્રશ્રાર્થ છે. આમ પણ યશરાજ ફિલ્મની પાછલી ફિલ્મોએ  બોક્સઓફિસ પર ઝાઝુ ઉકાલ્યુ નથી, તેથી ફિલ્મોના નિર્માણ માટે તે હવે સમજી-વિચારીને આગળ વધવા માંગે છે. 

Download Our B K News Today App



Related News