રાણકપુર કેનાલમાંથી બિનવારસી લાશ મળી આવતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:37:13
  • Views : 474
  • Modified Date : 2019-04-04 11:37:13

કાંકરેજ તાલુકાના રાણકપુર ગામેથી પસાર થતી મુખ્ય કેનાલમાં એક ૩૦ વર્ષના વ્યક્તિની લાશ પાણીના પ્રવાહમાં તરતી હતી, જે સાયફન જોડે અટકી ગઈ હતી. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા થરા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ થરા નગરપાલિકાને આ બાબતે જાણ કરાઈ હતી. ઘટના સ્થળે થરા
પોલીસ સ્ટાફના પ્રકાશભાઈ પટેલ ,શૈલેશભાઈ બારોટ પહોંચીને ચાંગાના પ્રખ્યાત તરવૈયા દિનેશભાઈ પટેલના મારફતે લાશને પાણીમાંથી બહાર કાઢી થરા રેફરલ ખાતે થરા નગરપાલિકાના વાહનમાં લાવવામાં આવેલ. મૃતક વ્યક્તિએ લાલ કલરનું શર્ટ તેમજ વાદળી કાળા કલરનું પેન્ટ પહેર્યુ હતુ. જેનો વાલી વારસદારોની ઓળખ થઇ ના હતી. જેની હાલ થરા
પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી લાશની ઓળખાણ માટે થરા
પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


Download Our B K News Today App



Related News