રણમાં પાણી ભરાતા ઘૂડખર અભયારણ્ય પહેલીવાર દિવાળી પછી ખુલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 14:07:50
  • Views : 414
  • Modified Date : 2019-10-06 14:07:50

ઘૂડખર અભયારણ્ય સહિતના ગુજરાતના તમામ 27 અભયારણ્યો 16 જૂનથી 15 ઓકટોબર ચાર મહિના પ્રવાસીઓ માટે બંધ રહે છે.અને 16 ઓક્ટોબરથી ખુલ્લુ મુકવામાં આવે છે. પરંતુ પરંતુ આ વર્ષે રણકાંઠામાં 26 ઇંચથી વધારે વરસાદ ખાબકવાની સાથે બનાસ, રૂપેણ અને સરસ્વતિ નદી સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની 110થી વધુ નદીઓના પાણી રણમાં ઠલવાતા હાલમાં રણમાં ચાર-ચાર ફુટના પાણી છે. જેથી એકમાત્ર ઘૂડખર અભયારણ્ય પહેલીવાર 1 મહિનો મોડું ખુલશે. અને ઘૂડખર અભયારણ્યને 46 વર્ષમાં પહેલીવાર દિવાળીના તહેવારોમાં પ્રવાસન પર મરણતોલ ફટકો પડશે. અને એમાય જો હજી વધુ વરસાદ ખ‍ાબકે તો પ્રવાસીઓ માટે રણના પવનવેગી દોડવીર ગણાતા એવા ઘૂડખરના દર્શન દુર્લભ બનશે.અગરિયાઓ મીઠું પકવવા મોડા પડશે.દર વર્ષે નવરાત્રી અને દિવાળી વચ્ચે અગરિયાઓ પોતાના પરિવારજનો સાથે રણમાં મીઠું પકવવા પહોંચી જાય છે પરંતુ હાલમાં આખું રણ સમુદ્રમાં ફેરવાતા અગરિયા પણ દેવ દિવાળી પહેલા મીઠું પકવવા નહીં જઇ શકે.આખુ રણ ચિક્કાર પાણીથી ભરેલું છે.હાલમાં રણમાં ચિક્કાર વરસાદી પાણીના ભરાવાના કારણે અભયારણ્ય વિસ્તાર નિર્ધારિત સમય કરતા મોડું ખુલશે અને સાથે દિવાળીના તહેવારોની રજામાં પ્રવાસનની આવકમાં પણ મોટો ફટકો પડશે. >ભરતભાઇ છાશીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બજાણા

Download Our B K News Today App



Related News