સુરેન્દ્રનગર કાળઝાળ ગરમીમાં કચ્છ નાના રણમાં પાણીની સુવિધાઓ પુરી પાડતું તંત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 11:15:10
  • Views : 466
  • Modified Date : 2019-05-01 11:15:10

હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પરેશાન છે. આ ગરમીથી રાહત મેળવવા માટે સરબત, સોડા, લચ્છી જેવા પ્રવાહી લેતા હોય છે. ત્યારે આ ગરમીમાં પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શું  દશા થતી હશે. ત્યારે કચ્છનું નાનું રણ જેનો વિસ્તાર ૪૯૫૪ ચોરસ કિલોમીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત ૪૫ થી ૪૮ ની આસપાસ હોય છે. ત્યારે આ પરીસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલગાય, ઘુડખર, તેમજ પક્ષીઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલ હવાડાની અંદર પાણી ટેન્કર દ્વારા ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણીથી અવાડા ભરવામાં આવે છે. આ અભ્યારણમાં ટોટલ ૬૬ હવાડા આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જના ૧૫ હવાડા આડેસર રેન્જના ૧૦ હળવદ ૧૮ બજાણાના ૨૩  હવાડા અંદર રોજ પાણી ભરવામાં આવે છે. 


Download Our B K News Today App



Related News