ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા રમોત્સવ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-07 11:32:38
  • Views : 214
  • Modified Date : 2022-03-07 11:32:38

 ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા રમોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ડીસામાં વસતા પાટીદાર સમાજના રમતવીરોએ વિવિધ રમતમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આજે દરેક સમાજમાં લોકો એક જૂથ થાય તે માટે વિવિધ સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી લોક જાગૃતિ લાવવામાં આવી રહી છે ખાસ કરીને સમાજ એક સાથે એક જ જગ્યા પર એકત્રિત થઈ સમાજને આગળ વધારવા માટે પ્રયાસ થાય તે માટે આજે દરેક સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી જાગૃતિ લાવવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા શહેરમાં આવેલ શુભમ પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના પ્રમુખ મણિલાલ પટેલ તથા કારોબારી સભ્યો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ રમતોત્સવ અંતર્ગત ડીસા શહેરમાં વસતા પાટીદાર સમાજના બાળકો ઉત્સાહિત રાખવા માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં લીંબુ ચમચી લાંબી દોડ સંગીત ખુરશી કોથળા દોડ ચિત્ર સ્પર્ધા બુદ્ધિ માપન કસોટી જેવા અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર રમોત્સવ દરમિયાન વિજેતા થનાર બાળકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી તેમને ઇનામ આપવામાં આવ્યા હતા બાકીના ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહિત રૂપી ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમમાં ડીસા પાટીદાર સમાજના પ્રમુખ મણિલાલ પટેલ પાટીદાર યુવા સંગઠનના પ્રમુખ રાકેશભાઈ પટેલ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સુંદર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા શહેરમાં વસતા પાટીદાર સમાજ તાલુકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Download Our B K News Today App



Related News