શિકારપુરા ખાતે રામનવમીનો ભવ્ય મેળો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:46:16
  • Views : 628
  • Modified Date : 2019-04-16 05:46:16

ભારતભરના આંજણા ચૌધરી સમાજના ગુરુગાદી શિકારપુરા ખાતે આવેલ છે અને ત્યાં શ્રી શ્રી ૧૦૦૮  રાજારામજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે. અને રામનવમીના દિવસે શ્રી રાજારામજી જયંતિ હોવાથી  શિકારપુરા ધામે ભવ્ય મેળો ભરાય છે અને ભારતભરમાંથી હજારોની સંખ્યામાં આંજણા સમાજના લોકો ઉમટી પડતા હોય છે.  આ મેળામાં
આજુબાજુથી રાજસ્થાની નૃત્ય ગૈરની ટુકડીઓ આવતી હોય છે. તેમાં પોતાના કરતબ બતાવતા હોય છે. અને તેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર ટુકડીને મંદિરના મહંત શ્રી દયારામજી મહારાજ દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. આ મંદિરે આંજણા સમાજ સિવાય પણ જોધપુર  જિલ્લાના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે બીજી તરફ આ દિવસે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો શિકારપુરા જતાં ટ્રેનો પણ ડબલ ડેકર ભરેલી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News