રામનવમી નિમિતે વિરમગામ શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:12:12
  • Views : 404
  • Modified Date : 2019-04-15 06:12:12

 વિરમગામ રામનવમી નિમિતે વિરમગામ શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરના કુંભારવાસ સરસ્વતિ શાળા થી શહેરના માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિરમગામ શહેરમાં આવેલા રામજી મંદિરમાં આરતી, મહાપુજા સહિતના ધાર્મિક કાર્યક્રમોની ભક્તિભાવથી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામજી મંદિરમાં વહેલી સવારથી રામ ભક્તો દર્શનાર્થે ઉમટ્યાં હતાં અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
 

Download Our B K News Today App



Related News