થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાનની રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:26:18
  • Views : 643
  • Modified Date : 2019-04-16 05:26:18

ફેશન અને સુધારાના નામે ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે.  વિધર્મી તહેવારો હોંશે હોંશે ઉજવાય છે.જેમ કે ફેન્ડશીપ ડે, વેલેન્ટાઇન ડે, થર્ટી ફસ્ટ, નાતાલ, બર્થ ડે, રોઝ ડે જેવા જાતજાતના ડે ઉજવી રહેલો હિન્દુ સમાજ સનાતન ધર્મના તહેવારો વિસરી રહ્યો છે.
શ્રી રામ સેવા સમિતિ દ્વારા હિન્દુ સમાજને પોતાની અસ્મીતા અને ગૌરવને યાદ અપાવવા દર વર્ષની જેમ ૧૯૯૪ થી પરંપરાગત આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા કાંકરેજ તાલુકાના વહેપારી મથક  થરા ગામમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા શ્રીરામજી મંદિરેથી શ્રી દેવદરબાર જાગીર મઠના ૧૦૦૮ ધ.ધુ. મહંતશ્રી બળદેવનાથ બાપુના સાનિધ્યમાં  તા.૧૪-૦૪-૨૦૧૯ ને રવિવાર ના રોજ ૪ કલાકે શોભાયાત્રા શરણાઈની સુરાવલીઓ બેન્ડના તાલે નીકળી શ્રી બહુચર માતાજી મંદિર, જૈન શેરી,  મોચી શેરી, તેરવાડિયાવાસ, ઓગડ વિદ્યા મંદિર રોડ, માર્કેટ ગરનાળું, હાઈવે સ્થિત શ્રી બહુચર માતાજી મંદિરના પટાંગણ પહોંચેલ. પૂજારી શ્રી મુકેશભારથી સોમભારથી ગૌસ્વામીએ શોભાયાત્રાનું સ્વાગત કરેલ. બહેનો ગરબા રમી ટ્રસ્ટી દ્વારા સરબત પિવડાવેલ. ત્યાંથી શોભાયાત્રા ગોકુળનગર સોસાયટી, ઉગમણો વાસ, જામપુર રોડ, અમીધારા કોમ્પલેક્ષ, હાઈવે ગરનાળું, શાકમાર્કેટ, નગર પાલિકા રોડ, ઝાઝાવડા વાળીનાથ મહાદેવ મંદિર, સદુભા પાટી, પટેલ વાસ, પ્રજાપતિ વાસ, જૂનાગંજ બજાર, જૂના પોલીસ સ્ટેશન, ઉભી શેરી થઈ થરા નગરની પ્રદક્ષિણા કરી નીજ મંદિરે પહોચેલ શ્રીરામચંદ્ર ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડેલ. થરા નગરના નગરજનો પોત - પોતાના ધંધા રોજગાર બંધ કરી શોભાયાત્રામાં પધારેલ. શોભાયાત્રામાં તેરવાડિયા વાસના નાકે થરા રાવણા રાજપૂત સમાજ તરફથી લીંબુ સરબત, ઓગડ વિદ્યા મંદિર પાસે શ્રીરામ સેવા સમિતિ દ્વારા ચા-પાણી, ગોકુલનગર સોસાયટીના નાકે દક્ષ પ્રજાપતિ વંશજ સેવાના ભેખધારી પ્રજાપતિ સમાજ પ્રેરિત જય બાબરી ટીમ થરા દ્વારા ઠંડી છાશનું વિતરણ હતું.
આ શોભાયાત્રા પરીભ્રમણ સમયે શ્રી દેવદરબાર જાગીર મઠના ૧૦૦૮ ધ.ધુ. મહંતશ્રી બળદેવનાથ બાપુ, થરા માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડા, માનદેવસિંહ સી.વાઘેલા-ભલગામ, બહુચર માતાજી મંદિરના પૂજારી ચિરાગભાઇ (બંટી) જોષી, હિતેશભાઈ સોની, દિપકભાઈ જોષી - સાહિત્યકાર, શાંતુજી ધાંધોસ, અશોકભાઈ પઢિયાર, નિરંજનભાઈ ઠક્કર, પટેલ પરેશભાઈ,  હર્ષદભાઇ ઠકકર, રાજુલાટી, ગોપાલભાઈ આર.દરજી, સોની બાબાલાલ, ઠક્કર ભુરાભાઇ, રાઠોડ જોની, અલ્પેશભાઈ આર.પ્રજાપતિ ઠાકોર સુરેશભાઈ, પ્રજાપતિ રાહુલભાઈ, ઠક્કર જનકભાઈ, પિન્ટુભાઈ નાઈ, પટેલ મેહુલ, વગેરે ભાવિક દાતા ભક્તો તથા કર્મશીલ કાર્યશીલ કાર્યકર્તા દ્વારા પાણી - છાશ - ચા વગેરેની વ્યવસ્થા તથા ઝાંખીઓ, રથ,વેશભૂષા વગેરેનું આકર્ષણ રહેલ.

Download Our B K News Today App



Related News