ડીસા તાલુકાના અજાપુરા અને રાણપુર ગામની સીમ વચ્ચે રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 11:54:57
  • Views : 306
  • Modified Date : 2020-10-23 11:54:57

ડીસા તાલુકાના અજાપુરા અને રાણપુર ગામની સીમ વચ્ચે રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મહાદેવની સ્થાપના ગામના લોકોએ ભેગા મળીને કરી હતી. આ વિસ્તારમાં શિવાલય હતું નહીં, જેથી અહીંના લોકો ભોલેનાથની પૂજા કરી શકે તે હેતુથી અહીં રામેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં તમામ ગામલોકોએ ભેગા મળીને સાથ-સહકારથી તેનો વિકાસ કર્યો હતો. આજે પણ અહીં ગામના લોકો નિત્યક્રમએ આ ભોલેનાથની પૂજા કરવા માટે આવતા હોય છે. અહીં દર્શને આવતા તમામ ભક્તો એવું જણાવી રહ્યા છે કે જો તમે સાચા મનથી આ ભોલેનાથ આગળ કોઈપણ મનોકામના માંગો તો ચોક્કસથી રામેશ્વર ભોલેનાથ તેને પૂર્ણ કરે છે. ઘણા ભક્તો અહીં બાધા રાખીને તેમની તમામ મનોકામના પૂર્ણ કરતા હોય છે. શ્રાવણ મહિનામાં ગામના લોકો ભેગા થઈને અહી હવન યોજે છે અને પ્રસાદનું આયોજન કરીને તેનો લાભ સૌ ભક્તોને
આપતા હોય છે. ખૂબ જ પૌરાણિક માનવામાં આવતું આ શિવાલય અજાપુરા ગામ અને રાણપુરના ગામલોકો માટે એક આસ્થાનું પ્રતિક બન્યું છે. જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે.                        

Download Our B K News Today App



Related News