બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર ચૈત્ર મહિનામાં ઠેર-ઠેર રમેલોની રમઝટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:14:14
  • Views : 509
  • Modified Date : 2019-04-30 12:14:14

બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર ચૈત્ર માસ ચાલતો હોવાથી ઠેર-ઠેર દેવી દેવતાઓની રમેલોની રમઝટ જામી રહી છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડાકલા અને રેગડીઓના સથવારે ભુવાજીઓના હાંકલા પડકારાઓથી રાતો સજીવન થઇ ઉઠી છે. જેથી ચોમેરે દેવી દેવતાઓનો જયઘોષ ગૂંજી રહ્યો છે.હિન્દુ આર્ય સંસ્કૃતિમાં ૩૩ કરોડ દેવી દેવતાઓની પૂજા થાય છે. તેમાં પણ આજના હળાહળ કળિયુગમાં અનેક જાગતી જ્યોત રૂપે દેવતાઓ પૂજાય છે. જેમની બાધા આખડીઓથી માત્ર આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જાય છે. આવા ચમત્કારિક દેવી-દેવતાઓને રીઝવવા ભાવિકો ખાસ કરીને ચૈત્ર મહિનામાં રમેલોનું આયોજન કરતાં હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં તેમના મંદિરોમાં રમેલોની રમઝટ જામી રહી છે. ડાકલાઓના સથવારે ભુવાજીઓ માતાજીની રેગડી કરી શ્રધ્ધાળુ પ્રજાને ખમ્મા મજાના આશીર્વાદ આપે છે અને માતાજીનો જયજયકાર થાય છે. ભુવાજીઓ માતાજીની આજ્ઞાથી દાણા જોઈ ભાવિકોનું શંકાનું સમાધાન પણ કરે છે. તેથી આજના હાઈફાઈ યુગમાં પણ શક્તિ સમાન દેવી-દેવતાઓનો પ્રભાવ અકબંધ જળવાયેલો રહે છે.  ઠેર-ઠેર યોજાતી  રમેલોમાં શક્તિની ભક્તિનો ભાવિકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.


Download Our B K News Today App



Related News