સિધ્ધપુરમાં લાલપુર ખાતે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 07:09:22
  • Views : 529
  • Modified Date : 2019-04-14 07:09:22

દીવંગતોના આત્માઓને મધુર સ્મરણાંજલિ અને સમાન દર્શનનો ત્રિવેણીસંગમ કાર્યક્રમ યોજાયો.સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને જી.આઇ.ડી.સી.ના ચેરમેન બલવંતસિંહ રાજપૂત દ્વારા તેઓના માતા હંસાબાની ૯૧મી જન્મજયંતિનો કાર્યક્રમ અનોખી રીતે ઉજવાયો હતો.રામનવમીના દિવસે આ નિમિત્તે તેમના ધર્મપÂત્ન ભીખીબાના માતૃશ્રી સંતોકબા તેમનાં નણંદ પુષ્પાબા અને નણદોઈ છગુજી રાજપૂતના જીવતપર્વ  સમાજદર્શનનો તેમજ તેમના કુટુંબીજનોના દિવંગત આત્માઓને મધુર સ્મરણાંજલિ અર્પવાનો  કાર્યક્રમ સિધ્ધપુરના લાલપુર ખાતે મોટાગજાના નેતાઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આમ ત્રિવેણીસંગમ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ યોજવામાં આવેલ લોકડાયરામાં ગીરના પ્રખ્યાત સાહિત્યકાર રાજભા ગઢવી અને કલાવૃંદે ઉપસ્થિત જનમેદનીને રસતરબોળ કરી હતી. આજના કાર્યક્રમમાં પરમપૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી મુનિ મહારાજ અને મગરવાળા વીર મહારાજના સેવક શ્રી વિજય સોમમહારાજે સર્વેને આશીર્વાદ પાઠવ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી બોલતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે માતા હંસાબાની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમો અભૂતપૂર્વ છે. આમાંથી દરેક સમાજને અને નવી પેઢીને કંઈકને કંઈક જણવા મળે છે.તેઓનું કુટુંબ ધાર્મિક અને દયાળુ છે.તેઓએ રાજકીય ચૂટકી લેતા જણાવ્યું હતું કે હવે રાજકારણમાં જયનારાયણ વ્યાસ અને બળવંતસિંહ રાજપૂત સાથે હોવાથી વિકાસની તકો વધુ ઉજળી બનશે. સમારંભના ઉદ્ઘાટક ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાથી અમોને પણ કંઈક નવીન જાણવા મળે છે. મુખ્ય મહેમાન પ્રખર અર્થશાસ્ત્રી ડો. જયનારાયણ વ્યાસે યોજવામાં આવેલ કાર્યક્રમની ભારોભાર  સરાહના કરી હતી. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ વાઘેલા, કે સી પટેલ એડવોકેટ ચંદનસિંહ રાજપૂત ૫૨ ગોળ રાજપૂત સમાજના પ્રમુખ શિવાજી રાજપૂત મંત્રી શંકર રાજપૂત,રાજપૂત નગરપાલિકા પૂર્વ પ્રમુખ અજીતભાઈ મારફતિયા,પ્રમુખ વર્ષાબેન પંડ્‌યા, ડાયાલાલ બ્રહ્મભટ્ટ,જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ,વિક્રમજી ઠાકોર મયંકભાઈ નાયક,મોહનલાલ પટેલ,ભરતભાઈ રાજગોર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકો અને લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ભોજનપ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મારી માતાનો જન્મદિવસ રામનવમીના દિવસે આવે છે.આ દિવસે આ વિશેષ કાર્યક્રમ યોજવો તેવો વિચાર મારા ધર્મપÂત્ન ભીખીબાએ મને આપ્યો હતો. જે મને વ્યાજબી લાગતા સમાજને સાથે રાખી અમોએ આ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, સગાવહાલા તેમજ સર્વેને જોઈ હું ગદગદિત થયો છું


Download Our B K News Today App



Related News