સંતો દ્વારા સોશિઅલ મીડિયાના માધ્યમથી રામ મંદિર નિર્માણ માટે સમર્પણનું આહવાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 11:45:11
  • Views : 322
  • Modified Date : 2021-01-25 11:45:11

વિશ્વભરના કરોડો હિંદુઓના આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક સમાન અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે જિલ્લાભરના સંતો-મહંતો જાેડાયા હતા અને યથા શક્તિ સહયોગ નિધિ અર્પણ કરી હતી. શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન
પાલનપુર જિલ્લા સમિતિના હિતેશભાઈ પટેલ વિગતવાર જણાવ્યું હતું કે રામમંદિર માટે મહા મંડલેશ્વર રવિ શરણાનંદજી મહારાજ - લાલવાડા,  યતી વિજયસોમજી મહારાજ-મગરવાડા, મહંત દયાલપુરી મહારાજ- હાથીદ્રા, સ્વામી નીરવ વેદાંત, મહંત   હરદેવપુરી મહારાજ- જાસપુરીયા, સ્વામી આનંદ રાજેન્દ્રજી - પાલનપુર, નાણાંકદાસજી મહારાજ - ખેમાણા, સહીત અન્ય સંતોએ પણ રામમંદિર માટે કુલ મળી રૂપિયા  ૫ લાખ થી વધુ નો સહયોગ આપી ભગવાન રામ પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. વધુમાં નિધી
સમર્પણ સમિતિમાં સોશ્યિલ મીડિયાના ઇન્ચાર્જ રાજેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ સંતોએ સહયોગની સાથે સાથે એક વિડિઓ સંદેશ બનાવી  સોશિયલ મીડિયાના માધ્યમથી આહવાન કર્યું હતું કે સમસ્ત  હિન્દુ સમાજ મંદિર નિર્માણ માટે આગળ આવે અને ન ભૂતો ન ભવિષ્યતો  એવું ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ થાય તે માટે પોતાની શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર સહયોગ આપવા જણાવ્યું હતું  આ અનુસંધાને પાલનપુરના કંથરીયા હનુમાન મંદિરના મહંત  ક્ષિપ્રાગીરી મહારાજે વિદેશથી વિડિઓ સંદેશ મોકલી પોતાના અનુઆયીઓને  સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

Download Our B K News Today App



Related News