પાટણના જંગરાલની સરકારી હોસ્પટલ રામ ભરોસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 11:34:48
  • Views : 477
  • Modified Date : 2019-11-16 11:34:48

 સરકાર લોકોના આરોગ્ય માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ત્યારે પાટણના જંગરાલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવનારા દર્દીઓની સેવા કરવામાં આવતી ન હોવાની બુમરાડ ઉઠવા પામી છે. તેમજ સ્ટાફ પણ પોતાનો વારો ગોઠવી રાખતા હોય છે જેથી ડોક્ટર હોય કે નર્સ માત્ર એકાદ જ નજરે ચડતા હોય છે. જેથી આ બાબતે આરોગ્ય વિભાગ પગલાં લે તે જરૂરી બન્યુ છે.
હાલમાં પાટણ જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર વધવા લાગ્યો છે અને જેના લીધે તમામ દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી ઢીલી નીતિઓના કારણે આરોગ્ય બાબતે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો હાજર ન રહેતા હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. હાલમાં
પાટણ જિલ્લાના જંગરાલ આરોગ્ય કેન્દ્રની વાત કરવામાં આવે તો આ હોÂસ્પટલમાં ત્રણ મેડિકલ ઓફિસર રાખવામાં આવેલ છે. પરંતુ આ ડોક્ટરો માંથી માત્ર એકજ ડોક્ટર હાજર રહેતા હોય છે અને બીજા ડોક્ટર બીજા કે ત્રીજા દિવસે આવતા હોય છે.  જેથી આ ડોક્ટરોને દેખીને અન્ય સ્ટાફ પણ પોતાની ફરજમાંથી ગુલ્લી મારી રહ્યા હોવાની બુમરાડ ઉઠવા પામી છે. તો આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરીને આવા સ્ટાફ સામે કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ડોક્ટરો હાજર નથી રહેતા. મગનભાઇ ઠાકોર (દર્દીના સગા) જંગરાલ ખાતે સરકારે લાખો રૂપિયા ખર્ચીને હોÂસ્પટલ બનાવી છે. પરંતુ ડોક્ટરો હાજર ન હોવાથી લોકોને પુરતી સેવા મળતી નથી અને જે ડોક્ટરો છે તે પણ ક્યારેય સમયસર આવતા નથી અને રાત્રે તો
 કોઇ ન હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ બાબતે અધિકારીઓ તેમની સામે યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે.
આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરતા ઇ.ચા.જિલ્લા આરોગ્ય અધિકારી ગોસ્વામીએ જણાવેલ કે આ બાબતે અમો તપાસ કરીને જો હાજર નહી રહેતા હોય તો તેમની સામે કાયદેસરના પગલાં ભરીશું.

Download Our B K News Today App



Related News