ધાનેરાની આઇ.સી.ડી.એસ.કચેરી સ્ટાફના અભાવે રામ ભરોસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:48:41
  • Views : 299
  • Modified Date : 2021-08-08 13:48:41

    ધાનેરા તાલુકો બોર્ડરનો તાલુકો હોવાના કારણે તમામ મોટા ભાગની કચેરીઓમાં આવતો સ્ટાફ બદલી કરાવીને જતા રહેતા હોય છે અને તેવોજ ઘાટ ધાનેરાની આઇ.સી.ડી.એસ. કચેરીનો થયો છે. આ કચેરીમાં પુરતો સ્ટાફ ન હોવાથી આંગણવાડીની કામગીરી ખોરંભે પડી જવા પામી છે અને હાલ જાણે રામ ભરોશે હોય તેવા હાલ છે.ધાનેરા આઇ.સી.ડી.એસ. (આંગણવાડી) ની કચેરી કોઇ રણીધણી વગરની કચેરી જાેવા મળી રહી છે. ધાનેરા તાલુકામાં આઇ.સી.ડી.એસ.ના બે ઘટક આવેલ છે જેમાં બન્ને સી.ડી.પી.ઓ.ની જગ્યાઓ ખાલી છે તેમજ તાલુકામાં ૮ સુપરવાઇઝરની જગ્યામાં માત્ર ત્રણ સુપરવાઇઝર જ છે અને તેમાં પણ એક ડીલીવરી હોવાથી માત્ર બેજ સુપરવાઇઝર આખા તાલુકાની કામગીરી સંભાળતા હોવાથી આંગણવાડીની મોટા ભાગની કામગીરી ખોરંભે પડી છે. તેમજ ક્લાસ-૨ ના અધિકારી સી.ડી.પી.ઓ. ન હોવાથી તેનો ચાર્જ આરોગ્ય વિભાગના ધરણોધરના ક્લાસ-૩ ના કર્મચારી એવા ડો. મિનાક્ષી રાજપૂતને આપવામાં આવ્યો છે. પરંતુ તેઓને પણ આ ફિલ્ડનો કોઇ અનુભવ ન હોવાથી કામકાજ કથળવા લાગ્યુ છે અને જેના કારણે હાલમાં જાણે આ કચેરી રણીધણી વગરની કચેરી હોય તેવંુ જાેવા મળી રહ્યુ છે. શનિવારે સવારે ૧૧ કલાકે પણ માત્ર એકજ કર્મચારી ઓફિસ ખોલીને બેઠેલા જાેવા મળ્યા હતા. જ્યારે બાકીનો સ્ટાફ જાેવા મળ્યો ન હતો તો આ બાબતે જીલ્લા પ્રોગ્રામ ઓફિસર તપાસ કરાવીને કાર્યવાહી કરે તે જરૂરી છે. તેમજ જીલ્લા વિકાસ અધિકારી આ કચેરીમાં સ્ટાફની ઘટ પુરી કરાવે તેવુ લોકો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News