પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં થયેલ હોબાળો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી : વિરોધ પક્ષના નેતાના દુર્વ્યવહાર સામે નોંધાવી ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 12:02:50
  • Views : 216
  • Modified Date : 2022-04-02 12:02:50

પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં થયેલ હોબાળો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી : વિરોધ પક્ષના નેતાના દુર્વ્યવહાર સામે નોંધાવી ફરિયાદ

 

વિરોધ પક્ષના નેતાએ નકલી નોટો ઉછાળી અને વિરોધ નોંધાવ્યો

 

 વિરોધ પક્ષના નેતા એ પાલનપુર પાલિકા ના મહિલા પ્રમુખની સાડી ખેંચી

 

પાલનપુર પાલિકાના શાસક પક્ષના  નેતા નો કોલર પકડી  વિરોધ પક્ષના નેતાએ વિરોધ કર્યો

 

હું પોલીસ ફરિયાદ કરવાની છું આ બાબતે  હેતલબેન રાવલ પાલિકા પ્રમુખ

 

ખ્યાતિ મેળવવા માટે મીડિયા માં આવવા માટે જે કરી રહ્યા છે એ તદન ખોટું છે   હેતલબેન રાવલ પાલિકા પ્રમુખ

 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો વિપક્ષના નેતાએ ચાલુ સભા માં નકલી નોટો ઊછળી વિરોધ નોંધાવ્યો હતો જોકે આ વિરોધ ઉગ્ર બનતા વિરોધ પક્ષના નેતાએ નગરપાલિકા પ્રમુખની સાડી ખેંચી હતી

 

 બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા ઘણા સમયથી વિવાદોમાં ચાલી રહી છે જેમાં આજરોજ બજેટ બોર્ડની બેઠક મળી હતી ભાજપ બહુમતી સભ્યો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું પરંતુ વિપક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ ઉગ્ર બનતા વિપક્ષ નેતા ચાલુ માં નકલી નોટો ઊછળી વિરોધ દર્શાવ્યો હતો અને પાલિકા પ્રમુખની સાડી ખેંચી હતી બીજી તરફ શાસક પક્ષના નેતા હસમુખ પઢીયાર નો કોલર પણ ખેંચતા  હોબાળો મચી ગયો હતો.. જોકે આ સમગ્ર મામલે પાલિકા પ્રમુખ હેતલ બેન રાવલે આ વિરોધ ને વખોડી કાઢી  આ રીત નો વિરોધ ના હોય તેમ જણાવી આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી

 

જોકે આ અંગે પાલનપુર નગરપાલિકા પમુખ હેતલબેન રાવલે જણાવ્યું હતું કે આજે અમારી બોર્ડની બેઠક હતી બજેટ બોર્ડ હતું જે મેં રજૂ કર્યું છે અમારા સભ્યો દ્વારા બહુમતીથી તેને પસાર કરવામાં આવ્યું છે કોંગ્રેસના સભ્યો દ્વારા કોંગ્રેસના પાલિકા વિપક્ષના નેતા દ્વારા મારાં પર હાથ ઉઠાવવા માં આવ્યો છે મારી સાડી ખેંચી ને મારી સાડી કાઢી ને નાખી છે આ રીતે વિરોધ ના હોય ભારતીય જનતા પાર્ટી જ્યારે ત્યારે વિરોધ માં બેઠેલી હોય છે કોઈપણ ત્યારે વિરોધ કરતી હોય છે મર્યાદામાં વિરુદ્ધ હોઈ સિસ્તમાં વિરૂદ્ધ હોય આ રીતે લોકોના કામ કરાય ના લોકોના કામ કરવા હોઈ તો આરીતે ના કરાય રજુઆત કરીને કામ કરાવાય ખાલી એમ ખ્યાતિ મેળવવા માટે મીડિયા માં આવવા માટે જે કરી રહ્યા છે એ તદન ખોટું છે અને હું પોલીસ ફરિયાદ કરવાની છું આ બાબતે

 

Download Our B K News Today App



Related News