થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 11:21:30
  • Views : 384
  • Modified Date : 2019-06-24 11:21:30

ભારત વિકાસ પરિષદ, ગાયત્રી પેથોલોજી લેબોરેટરી તેમજ ગોવા ઓપ્ટિકલસના સૌજન્યથી આજે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતમાં લાખો લોકો થેલેસેમિયાના રોગથી પીડાય છે ત્યારે આવા દર્દીઓ માટે ડીસાની ભારત વિકાસ પરિષદ સંસ્થા તેમજ ગોવા ઓપ્ટિકલના સૌજન્યથી ગાયત્રી લેબોરેટરી ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં એકઠું થયેલ બ્લડ થેલેસેમિયા રોગથી પીડાતા લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે. આજના આ બ્લડ કેમ્પમાં કુલ ૩૫ બોટલ બ્લડની એકઠી થઈ હતી. આ પ્રસંગે ડીસાના અગ્રણીઓ તેમજ સંસ્થાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News