કહોડા ગામે સોસાયટીની વાર્ષિક સભા સાથે રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 11:55:47
  • Views : 470
  • Modified Date : 2019-05-01 11:55:47

સિધ્ધપુર નજીક કહોડા ગામે શ્રી યોગેશ્વર ક્રેડિટ સોસાયટી અને શ્રી ઉમિયા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટીના પ્રમુખ અમૃતભાઈ કે.પટેલે જણાવ્યું કે મંડળીએ ફક્ત નફાને ધ્યાને રાખ્યો નથી જરૂરિયાત પ્રમાણે વ્યાજ દરમાં ઘટાડો કરી સભ્યોના આર્થિક વિકાસમાં પૂરેપૂરો સહકાર આપ્યો છે. આ ઉપરાંત સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ નવા વિચારોને અપનાવી સામાજિક પરિવર્તન માટે પણ પ્રયત્ન કર્યો છે. મંડળીએ ૧ર ટકા ડિવિડન્ટ આપવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત ઉમિયા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ સોમાભાઈ કે. પટેલે જણાવ્યું કે સભાસદ પોતાની બચતો માટે અને જરૂરિયાત માટે આપણી સંસ્થાને સહકાર આપે ગૃહવપરાશની શક્ય ખરીદી મંડળીના કન્ઝ્યુમર સ્ટોર્સમાંથી કરે તે જરૂરી છે. મંડળીએ ૧૦ ટકા ડિવિડન્ટ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ પદેથી નિવૃત રજીસ્ટાર રાજુભાઈ જાષીએ પ્રાસંગીક પ્રવચનમાં મંડળીની કામગીરી અને વિકાસગાથાને બિરદાવી હતી. બંને સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અનુસંધાને સતત ત્રીજા વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ ઉત્સાહથી રક્તદાન કર્યુ હતું. તે ઉપરાંત સભાસદોના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ. તેમજ નવીન સરકારી નોકરીઓમાં જાડાયેલ યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નારણભાઈ પટેલ, રમેશભાઈ કે.પટેલ, ભરતભાઈ એમ. પટેલ, રસ્મીનભાઈ  પટેલ સહિતના ડીરેક્ટર્સ તેમજ બંને ક્રેડિટ સોસાયટીના મેનેજર સતીષભાઈ પટેલ અને હસમુખભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. 


Download Our B K News Today App



Related News