ડીસામાં રોટરી કલબ અને રોટરેક્ટ કલબ ડીસા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 18:27:59
  • Views : 293
  • Modified Date : 2020-06-19 18:27:59

રક્ત દાન એ મહાદાન છે. દર વર્ષે ભારતમાં મોટી સંખ્યામાં નાના બાળકો થેલેસેમિયા નામની બીમારથી પીડાતા હોય છે. જેમના માટે દર વર્ષે રક્તની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે ભારત દેશ એક એવો દેશ છે કે જે દેશમાં લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે માટે સેવામાં કાર્યો કરવામાં આવે છે. જે અંતર્ગત દર વર્ષે ભારત દેશમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં યુવાનો અને દીકરીઓ પોતાનું રક્ત આપી સેવાકીય કાર્ય કરે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ દર વર્ષે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે અને મોટી સંખ્યામાં યુવાનો આવા રક્તદાન કેમ્પમાં લોકોની જિંદગી બચી શકે તે માટે રક્તદાન કરે છે.બનાસકાંઠા જિલ્લામાં થેલેસેમિયાની બીમારી થી પીડાતા નાની ઉંમરના બાળકો ની સંખ્યા માં ખુબ જ વધારો થઈ રહ્યો છે. અને તેમને વારંવાર બ્લડ ની જરૂરિયાત પડે છે એટલે આવા દર્દી ને બ્લડ ઉપયોગ માં આવે તેના ભાગ રૂપે ડીસા રોટરી કલબ અને રોટરેક્ટ કલબ ડીસા આગળ આવ્યું છે.આજે ચાર્ટર-ડે નિમિતે  ડીસા ના ગાંધી લિંકન હોસ્પિટલ પાછળ ડૉક્ટર ક્વાર્ટસ સામે  થેલેસિમિયાના દર્દીઓ માટે   રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકોએ રક્ત ડોનેટ કર્યું હતું.

Download Our B K News Today App



Related News