સરહદ પરના જવાનો માટે રક્ષાસુત્ર અને પત્ર રવાના કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:29:50
  • Views : 372
  • Modified Date : 2020-07-28 11:29:50

સરહદ પર તણાવની સ્થિતિ અને કોરોના મહામારીના વસમા દિવસોમાં દેશની સુરક્ષા માટે દિવસ, રાત જોયા વગર તૈનાત રહેતા દેશના સપૂત એવા લશ્કરી જવાનોને ગુજરાતની બહેનો રક્ષાસુત્ર બાંધે તેવો અનોખો વિચાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યા
પછી ગુજરાત રાજ્ય યુવક બોર્ડના નેજા હેઠળ સ્વામી વિવેકાનંદ યુવક મંડળના સભ્ય યુવાનોએ ગામેગામ અને દરેક શહેરમાં દરેક સમાજની બહેનો પાસેથી રાખડી અને પત્ર મેળવીને જવાનો સુધી
પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. મેયર રીટાબેન પટેલના હસ્તે તેની શરૂઆત કરાવાયા બાદ સોમવારે ગાંધીનગર મહાનગર મહિલા મોરચાની બહેનો દ્વારા પણ જવાનો માટે રાખડી અને પત્રો મેયરને હાથોહાથ સુપ્રત કર્યો હતાં. મેયરે મહિલા મોરચાની બહેનોની રાષ્ટ્રભક્તિને આ તકે બિરદાવી હતી.
આ તકે ઉપસ્થિત મહિલા મોરચાના પ્રમુખ મણીબેન દેસાઇએ મેયર રીટાબેન
પટેલનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દેશના રક્ષક જવાનોના હાથે રાખડી
બાંધવાની તક ગાંધીનગરની બહેનોને મળી છે અને બહેનોએ વ્યાપક પ્રતિભાવ આપ્યો છે. તેમણે કહ્યું કે જવાનો માટે અને તેમની કઠોર ફરજ માટે દેશના નાગરિકોને ગર્વ છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે નગરની દરેક સમાજની બહેનો તેમને રાખડી મોકલવાનો અવસર મળવાથી ભાવ વિભોર બની છે. મેયરે કહ્યું કે દરેક સમાજની બહેનો તરફથી મોકલવામાં આવેલી રાખડી અને પત્રો ગુજરાતની સરહદ પર વિવિધ ૮૭ પોઇન્ટ્‌સ પર તૈનાત જવાનોને પહોંચતી કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News