ગઢ પોલીસ દ્વારા માસ્કના જાહેરનામાના સમયગાળા દરમિયાન ૨૪૨૨ લોકોને દંડ આપી ૫ લાખ ૨૭ હજાર છસોની રકમનો દંડ વસુલ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 11:44:58
  • Views : 500
  • Modified Date : 2020-08-13 11:44:58

બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ૧૮મી મે થી જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતું. જેમાં માસ્ક વગર ફરતા લોકોને પોલીસ દ્વારા ૨૦૦ રૂ. નો દંડ આપવો જે ૩૧ જુલાઈ સુધી લાગુ કરવામાં આવેલ. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ૧ ઓગસ્ટથી તમામ જિલ્લાઓમાં માસ્ક વગર ફરતાં લોકાને ૫૦૦ રૂ. દંડ વસુલવાનંુ જાહેરનામું
પાડવામાં આવેલું. જે ૧૦ ઓગસ્ટ સુધી અમલમાં રહ્યુ ત્યારે ૧૧ ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં માસ્ક વગર ફરતા લોકોને ૧૦૦૦ રૂ. દંડ વસુલવા માટેનુ જાહેરનામું બહાર
પાડવામાં આવ્યુ છે ત્યારે ગઢ
પોલીસ દ્વારા ૧૮ મી મે થી ૧૦ મી ઓગસ્ટ સુધીમાં ૨૪૨૨ લોકોને માસ્કનો દંડ આપીને તેમની પાસેથી ૫ લાખ ૨૭ હજાર છસો રૂપિયાની રકમ વસુલવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News