આજે કોલકાતામાં રાકેશ ટિકૈતની મહાપંચાયત; ખેડૂત સંગઠને કહ્યું- ભાજપને મત ન આપો, તેનો બહિષ્કાર કરો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 13:37:44
  • Views : 206
  • Modified Date : 2021-03-13 13:37:44

    બંગાળના રાજકીય ઘમસાણમાં હવે ખેડૂત આંદોલનની એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત આજે બંગાળ પહોંચી રહ્યા છે. તેઓ શનિવારે કોલકાતાના ભવાનીપોરા અને નંદીગ્રામમાં યોજાવા જઇ રહેલ જ ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેશે. ટિકૈત 14 માર્ચે સિંગુર અને આસનસોલમાં પણ મહાપંચાયત યોજશે.

    આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા (SKM)એ પણ કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. SKMએ શુક્રવારે પ્રેસ કોંફરન્સમાં કહ્યું હતું કે અમે બંગાળના ખેડૂતોને અપીલ કરીએ છીએ કે ભાજપનો બહિષ્કાર કરો અને તેને મત ન આપો. ચૂંટણીમાં કારમાં પરાજય પછી ભાજપ સરકારે કૃષિ કાયદાને પરત લેવા જ પડશે.SKM નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે અમે કોઈપણ પાર્ટીનું સમર્થન કરી રહ્યા નથી અને ણ તો લોકોને અમે કોઈ પાર્ટીને મત આપવા માટે કહી રહ્યા છીએ. અમારો હેતુ ભાજપને પાઠ ભણાવવાનો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સરકારના કાને વાત પહોંચાડવા માટે જરૂરી છે કે આગામી ચૂંટણીમાં તેને નુકશાન પહોંચાડવામાં આવે.

    ભાજપ પર આરોપ લગાવતા સામાજિક કાર્યકર મેઘા પાટકરે કહ્યું હતું કે સરકાર કેટલાક કોર્પોરેટ્સના હાથે દેશને વેચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને આગ્રહ કર્યો હતો કે સાવધાનીપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવે. ખેડૂતોનું અપમાન કરવા માટે કેન્દ્રની નિંદા કરતાં પાટકરે કહ્યું હતું કે બ્રિટિશ શાસકોએ પણ તેનો સહારો લીધો ન હતો, જેને હાલની સરકાર કાયદાનું રૂપ આપી રહી છે. તેમણે બંગાળ વિધાનસભામાં કૃષિ કાયદા સામે પાસ કરવામાં આવેલ રિજોલ્યુશનનું સ્વાગત કર્યું.

    26 નવેમ્બર 2020થી અનેક ખેડૂત સંગઠનો કેન્દ્ર સરકાર સામે દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. ખેડૂતો અને સરકાર વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ ચૂકી છે, પરંતુ આ મામલે કોઈ પણ ઉકેલ આવી શક્યો નથી. ત્યાર બાદ ખેડૂત યુનિયનોએ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ લોકોને મત આપવાની અપીલ કરવાનો નિર્ણય લીધો હતો.પશ્ચિમ બંગાળની કુલ 394 વિધાનસભા બેઠકો માટે આ વાઝતે 8 તબક્કામાં મતદાન યોજાશે. 294 વિધાનસભા બેઠકો માટે મતદાન 27 માર્ચે (30 બેઠક), 1 એપ્રિલ (30 બેઠક), 6 એપ્રિલ 931 બેઠક), 10 એપ્રિલ (44 બેઠક), 17 એપ્રિલ (45 બેઠક), 22 એપ્રિલ (43 બેઠક), 26 એપ્રિલ (36 બેઠક), 29 એપ્રિલ (35 બેઠક) યોજાનાર છે. મત ગણતરી 2 મે ના રોજ યોજાશે.


Download Our B K News Today App



Related News