બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ રાકેશ ટીકૈતનું ભવ્ય સ્વાગત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 10:50:05
  • Views : 404
  • Modified Date : 2021-04-05 10:50:05

દિલ્હી ખાતે છેલ્લા ચાર માસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો રાકેશ ટીકેત હવે ગુજરાતના ખેડૂતોને પણ પોતાના
આંદોલનમાં જાેડવા માટે  બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે  બનાસકાંઠામાં આવેલી ગુજરાત રાજસ્થાનને જાેડતી સરહદ છાપરી બોર્ડરથી  તે
પોતાના સમર્થકો સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. અને તે બાદ અંબાજી ખાતે માં અંબાને શિશ ઝુકાવી અંબાના આશીર્વાદ મેળવી તે બાદ
પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો  સૌ પ્રથમ તેમને અંબાજી ખાતે ખેડૂતોનું આગમન ઝીલી પાલનપુર
પહોંચ્યા હતા. ત્યારે પાલનપુર  આબુરોડ હાઈવે નજીક તેમનું ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
અંબાજી ખાતેથી નીકળેલો રાકેશ ટિકીટનું કાફલો પોતાનું ખેડૂતો સાથે સંબોધન કરવા
પાલનપુર સભા સ્થળે પહોંચ્યા હતા.જેવો સંવાદ કાર્યક્રમના સ્થળે પહોંચે તે સમયે
પાલનપુરના પુર્વ નગરસેવક અને ભાજપના કાર્યકર અશોક પુરોહિત દ્વારા કાળો વાવટો બતાવી રાકેશ ટિકિટનું વિરોધ કરાયો હતો. જાેકે  તે જ સમયે વિરોધ વિશે ઉશ્કેરાયેલા કેટલાક સમર્થકોએ વિરોધ કરનાર અશોક પુરોહિતને મેથીપાક ચખાડ્યો બાદ
પોલીસે વિરોધ કરનાર અશોક પુરોહિતની અટકાયત કરી
પોલીસ મથકે લઈ જવાયો હતો. જાેકે રાકેશ ટીકૈતના આગમન સમયે ખેડૂતોએ બનાસકાંઠાના ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે રાકેશ ટીકૈતને માહિતગાર કર્યા હતા.

Download Our B K News Today App



Related News