બનાસકાંઠા જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષાેલ્લાસભેર ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 12:12:47
  • Views : 448
  • Modified Date : 2019-08-17 12:12:47

ભાઈ-બહેના પવિત્ર
બંધનનો તહેવાર એટલે
રક્ષાબંધન. બનાસકાંઠા જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષાેલ્લાભેર ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈના હાથ પર રંગબેરંગી રાખડીઓ બાંધી પર્વની હર્ષાલ્લાભેર ઉજવણી કરી હતી.
 રક્ષાબંધનને તહેવાર ૧૫મી ઓગષ્ટના રોજ ઉજવવામાં આવ્યો હતો. રક્ષાબંધન પ્રેમનો એવો તહેવાર છે જેની દરેક ભાઈ-બહેન આતુરતાપૂર્વક રાહ જાતા હોય છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષાસુત્ર બાંધીને તેની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરે છે. સાથે-સાથે ભાઈ-
બહેનને તેની રક્ષા માટે તેમજ દીર્ધ આયુષ્ય માટે આશીર્વાદ આપે છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ઋતુમાં આહ્‌લાદક વાતાવરણ વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈના હાથ પર રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ વખતે સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધન  એકજ સાથે હોવાથી વંદે માતરમ્‌ અને જયહિંદ તેમજ ત્રિરંગાની ડિઝાઈનવાળી રાખડીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.  સોશિયલ મીડિયા પર સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધન પર્વના રંગબેરંગી સંદેશાઓ વહેતા જાવા મળ્યા હતા.  એક તરફ સ્વતંત્રતા અને બીજી તરફ રક્ષાબંધન અનોખો પ્રસંગ આ વર્ષે જાવા મલ્યો હતો.

Download Our B K News Today App



Related News