પાલનપુર ડેપોના કંડકટરે મળેલ રકમ મુસાફરને સુપરત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-23 11:54:04
  • Views : 342
  • Modified Date : 2020-02-23 11:54:04

ગાંધીના ગુજરાતમાં સત્યના  માર્ગે ચાલનારા માણસો હજુ
પણ છે અને  પોતાની માણસાઈ ભૂલ્યા નથી. જે વ્યક્તિ બીજાનું પડાવવામાં સમજતો નથી તે વ્યક્તિ જીવનમાં કદી પણ
પોતાની કારકિર્દીમાં પાછો પડતો નથી. તેની મુખ્ય ઉદાહરણ
પાલનપુર તાલુકામાં  કન્ડકટરની નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા એક સામાન્ય
પરિવારના વ્યક્તિએ જે પોતાની નોકરી દરમિયાન સરકારી બસમાં કોઈક મુસાફરની સોનાની વીંટી પચાસ હજાર રોકડા અને પાકીટ બસમાં ભૂલી જતા ઈમાનદાર કંડક્ટર દ્વારા કોઈક નિશાની દ્વારા અથવા તો જે વ્યક્તિનો માલ સામાન છે. તે વ્યક્તિને જાણ કરતાં રૂબરૂ પાલનપુર બસ સ્ટેન્ડમાં બોલાવીને ઈમાનદાર કંડક્ટર દ્વારા વ્યક્તિને  સોનાની વીંટી પચાસ હજાર રોકડા અને પાકીટ સુપરત કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર પંથકમાં આ સરકારી કંડકટરને પોતાની ઈમાનદારી વિશે વખાણ કરવામાં આવ્યા હતા. આજના જમાનામાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની વસ્તુ મળે તો પાછું આપવામાં સમજતા નથી.  આ વ્યક્તિએ પોતાના સંસ્કાર અને પોતાની ખાનદાની જાળવી રાખી હતી.


Download Our B K News Today App



Related News