રાજ્યસભાની 2 સીટ જીતવા માટે ભાજપની ગતિવિધિ તેજ બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 12:39:25
  • Views : 378
  • Modified Date : 2020-03-11 12:39:25

રાજ્યસભામાં ચૂંટણી નજીક આવતા જ મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બળવાખોરીઓ વધી ગઈ છે. જેમાં ડેપ્યૂટી સીએમ અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ સહિતન પદ ન મળવાના કારણે જ્યોતિરાદિત્ય સિંધિયા ઘણાંસમયથી નારાજ હતા. ત્યારે જ્યારે રાજ્યસભા ચૂંટણીમાં તેમની દાવેદારી ઉપર પણ કમલનાથ જૂથે કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો તો તેમણે પાર્ટી છોડી દીધી.ત્યારપછી સિંધિયા સમર્થક 22 કોંગ્રેસ ધારાસભ્યોએ વિધાનસભા સભ્યપદ પરથી રાજીનામુ આપી દીધું છે. જેમાં કોંગ્રેસ નેતાઓની નારાજગી અને બળવાખોરી હવે રાજીનામામાં ફેરવાઈ જતા સૌની નજર રાજ્યસભાની ચૂંટણી પર જોવા મળી રહી છે. આમ મધ્યપ્રદેશમાં રાજ્યસભાની કુલ 11 સીટ છે.જેમાં અત્યારે ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 સીટ છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ,ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી સત્યનારાયણ જટિયાનો રાજ્યસભામાં કાર્યકાળ 9 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. આમ આ ત્રણેય સીટ પર 26 માર્ટે ચૂંટણી થવાની છે. મધ્યપ્રદેશની 230 સભ્યોવાળી વિધાનસભામાં અત્યારે 228 ધારાસભ્યો છે.2 ધારાસભ્યોના નિધન પછી 2 સીટ ખાલી છે.પરંતુ મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડતા જ પક્ષના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. ત્યારપછી વિધાનસભાની સીટ વિશે બે સ્થિતિ ઉભી થઈ રહી છે. આમ આ સંજોગોમાં વિધાનસભામાં સભ્યોની સંખ્યા 206 થઈ જશે.રાજ્યસભાની સીટ જીતવા માટે એક ઉમેદવારને 52 વોટની જરૂર પડે છે.ભાજપ પાસે 107 અને કોંગ્રેસ પાસે સમર્થકોના મળીને 99 વોટ છે.વોટિંગ થવાથી ભાજપને 2 સીટ સરળતાથી મળી જશે.જેમાં કોંગ્રેસે 1 સીટથી સંતોષ માનવો પડશે.તે સાથે તેમની સરકાર પણ સત્તામાં નહીં રહે.ભાજપના 2 ધારાસભ્યો કમલનાથના સંપર્કમાં છે.જો તેઓ ક્રોસ વોટિંગ કરશે તો પણ કોંગ્રેસને ફાયદો નહીં થાય.રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વ્હિપ જાહેર કરશે.જો કોંગ્રેસના 22 ધારાસભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈને ક્રોસ વોટિંગ કર્યું તો સ્પીકર તેમને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય કરી શકે છે.આ સંજોગોમાં પણ ભાજપને ફાયદો થશે તો રાજ્યસભાની 2 સીટો મળી જશે.સરકાર અલ્પમતમાં રહેશે અને કમલનાથે રાજીનામુ આપવું પડશે.વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઘટીને 206 થઈ જશે.આ સંજોગોમાં ભાજપ બહુમતીનો 104નો આંકડો સરળતાથી મેળવી શકશે.રાજ્યસભા ચૂંટણી માટે વોટિંગ દરમિયાન કોંગ્રેસના 22 ધારાસભ્યો  રહેશે તો પણ કોંગ્રેસના વ્હિપનું ઉલ્લંઘન થતું હોવાથી સ્પીકર તેમને અયોગ્ય જાહેર કરી શકે છે.ત્યારે સ્પીકર એનપી પ્રજાપતિએ કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય કરવાનો છે.કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરવાનો મુદ્દો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જો મધ્યપ્રદેશમાં પણ આવું થશે તો મુદ્દો વધારે ખેંચાઈ શકે છે. કમલનાથના વલણથી પણ એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ આ મુદ્દો વધારે ખેંચવા માંગે છે.પરંતુ 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી પહેલાં કમલનાથે નારાજ ધારાસભ્યોને તેમના પક્ષમાં લેવા પડશે. આમ, અત્યારે તેમની પાસે 15 દિવસ છે. ચર્ચા છે કે કોંગ્રેસ ધારાસભ્યો પક્ષની મંગળવારે સાંજે બેઠક પછી સજ્જન સિંહ વર્મા અને ડૉ. ગોવિંદ સિંહને બેંગલુરુ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



Download Our B K News Today App



Related News