રાજ્યમાં રેલવે અને હવાઈ સેવા અસ્તવ્યસ્તઃ ૩૨ ટ્રેન રદ કરી દેવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-01 17:47:12
  • Views : 480
  • Modified Date : 2019-08-01 17:47:12

આજે સવારે સ્પાઇસ જેટની દિલ્હી જતી ૬-૦૦ વાગ્યાની ફલાઇટ, ગો-એર કોલકાતા, ઇન્ડિગો કોલકાતા, ઇન્ડિગો દિલ્હી, ટર્કિશ એરવેઝની દિલ્હી, એર ઇન્ડિયા દિલ્હી, એર ઇન્ડિયા મુંબઇ, ઇથોપિયન એરલાઇન્સ મુંબઇ, ઇન્ડિગો મુંબઇ, ઇન્ડિગો લખનૌ અને હૈદરાબાદ, વિસ્તારા, બ્રિટિશ એરવેઝ, સિંગાપોર એરલાઇન્સ, ઇન્ડિગો, ટર્કિશ, ઇન્ડિગો-બેંગલુરુ અને દિલ્હી જતી તમામ ફલાઇટ તેના નિયત સમય કરતાં એકથી બે કલાક જેટલી અમદાવાદથી મોડી ઉપડતાં એરપોર્ટ પર અનેક પ્રવાસીઓ અટવાયા હતા અને અનેક ફલાઇટ રિ-શેડયૂલ કરવામાં આવી હતી.અમદાવાદ આવતી ઇન્ડિગો લખનૌ, એર ઇન્ડિયા મુંબઇ, ઇથોપિયન મુંબઇ, ઇજિપ્ત એર મુંબઇ અને શ્રીલંકન એરલાઇન્સની મુંબઇથી અમદાવાદ આવતી ફલાઇટ બેથી ત્રણ કલાક મોડી પડી હતી. ઇન્ડિગો હૈદરાબાદ, ઇન્ડિગો બેંગલુરુ અને ગો એર મુંબઇની અમદાવાદ આવતી ફલાઇટ પણ બે કલાકથી વધુ સમય મોડી પડી હતી.ટ્રેન વ્યવહારમાં ભૂજ-પૂના, શતાબ્દી, જોધપુર, બિકાનેર-યશવંતપુર, અમદાવાદ-મુંબઇ પેસેન્જર, અવધ એકસપ્રેસ, તાપ્તિ ગંગા, કર્ણાવતી, ગુજરાત અને સૌરાષ્ટ્ર એકસપ્રેસ સહિતની મુંબઇ તરફ જતી ટ્રેન એકથી ચાર કલાક સુધી મોડી ચાલી રહી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને વડોદરા તેમજ સુરતથી દેશભરમાં જતી ૩ર જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. જેેના કારણે રેલવે સ્ટેશન પર અનેક પ્રવાસી અટવાયા હતા અને રિફંડ મેળવવા લાઇન લાગી હતી.
 
 


Download Our B K News Today App



Related News