હમકો તો અપનોને લૂટા ગેરો મે કહા દમ થા, હમે બેરોજગાર તભી કિયા જબ પૈસા કમ થા ...! ગુજરાતનું આત્મનિર્ભર મોડેલ ઃ ગુજરાતના વેટરનરી તબીબોને બેકાર કરી અન્ય રાજ્યના તબીબ લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 12:04:41
  • Views : 853
  • Modified Date : 2020-06-25 12:04:41

રાજ્યમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ગુજરાતના યુવાનો હોમાઈ રહ્યા છે. સરકાર એક પછી એક સંસ્થાઓને ખાનગીકરણમાં નાખી રહી છે. તેવા સમયે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેના બીજા દિવસે સરકારના કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા પશુ તબીબો દ્વારા વિરોધનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લઇને પશુધન નિરીક્ષકો દ્વારા પશુપાલન નિયામકને મંગળવારે રજૂઆત કરવામાં આવી હતી. તબીબોએ કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં તમામ તબીબો અન્ય રાજ્યના લેવામાં આવ્યા છે
સરકારે તમામ નીતિ નિયમોને નેવે મૂકીને ગુજરાતના યુવાનો બેરોજગારીના ખપ્પરમાં હોમાઇ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યુ છે. અત્યારે સરકારના કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવીએ છીએ. પરંતુ સરકાર દ્વારા જીવીકેઇએમઆરઆઈ સંપૂર્ણ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. આ યોજના પાછળ રાજ્ય સરકાર દ્વારા ૩૭ કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે.  તે ઉપરાંત ૧૦  ટકા મેનેજમેન્ટ માટે કંપનીને ચૂકવવામાં આવી રહ્યા છે. વિરોધ કરવામાં આવતા સરકારે અન્ય રાજ્યમાંથી તબીબોની ભરતી કરી છે. અન્ય રાજ્યમાંથી તબીબને ફરજ ઉપર રાખવો હોય તો તેની પાસે અપાયેલું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. પરંતુ પશુધન નિરીક્ષક પ્રતીક ચોવલીયાએ કહ્યુ કે, અમને સરકાર સાથે કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવવામાં કોઇ વાંધો નથી.
પરંતુ સરકારે અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપી દીધો છે તેનો અમારો વિરોધ છે તેવું પશુધન નિરીક્ષક ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News