ધાનેરાના સોતવાડા ગામના વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 11:32:47
  • Views : 462
  • Modified Date : 2019-10-18 11:32:47

ધાનેરા તાલુકાના સોતવાડા ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા એવા ચૌધરી ગેનાભાઇ મહાદેવાભાઇનો પુત્ર ચૌધરી જગમાલ. જે હાલમાં મહેસાણા સુદર્શન એજયુકેશન ટ્રસ્ટ, રામપુરા ખાતે અભ્યાસ કરે છે. અને તેની મહેનત તેમજ તેના માર્ગદર્શકની સુચના મુજબ તેણે વેઇટ લેફટીંગમાં સારૂ એવુ નામ કર્યુ છે. આ વિદ્યાર્થી મહેસાણા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્ટેલમાં રહી વેઇટ લેફટીંગની પ્રેક્ટીસ કરતો રહ્યો છે અને
તાજેતરમાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અંડર ૧૯ પાવર લિફટીંગ સ્પર્ધા ધાંગધ્રા મુકામે યોજાઇ હતી. જેમાં સુદર્શન શિક્ષણ સંકુલ રામપુરા મહેસાણામાંથી ચૌધરી જગમાલ ગેનાભાઇએ પ્રતિનિધિત્વ કરેલ અને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને શાળા તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ ઉજાગર કરેલ છે. આ ખેલાડીએ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં સતત ત્રીજા વર્ષે ગોલ્ડમેડલ પ્રાપ્ત કરેલ છે.  ૨૦૧૭ માં વેઇટ લિફટીંગ ગોલ્ડ, ૨૦૧૮ માં વેઇટ લિફટીંગ અને પાવર લિફટીંગમાં ગોલ્ડ, ૨૦૧૯ માં પણ પાવર લિફટીંગ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. જેથી આ વિદ્યાર્થીને શાળા પરિવાર દ્વારા તો અભિનંદન પાઠવવામાં આવેલ. પરંતુ ધાનેરા તાલુકાના શિક્ષણ વિભાગના અગ્રણીઓ અને ચૌધરી સમાજના પ્રમુખ દ્વારા પણ આ વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને આ વિદ્યાર્થી આવનારી નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જનાર છે.

Download Our B K News Today App



Related News